નડિયાદ
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. શુક્રવાર, શનિવાર અને છેલ્લે રવિવાર આવતો હોવાથી આ વખતે ત્રણ દિવસનો આ પર્વ જાેવા મળી રહ્યો છે. ત્યારે આ ઉમંગ ઉલ્લાસનો પર્વ અબોલ પક્ષીઓ માટે ઘાતકી સાબીત થયો છે. કારણ કે આ દિવસો દરમિયાન હજારો પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયાના અહેવાલો મળી રહ્યા છે. તો અમૂક કિસ્સામાં સારવાર ન મળતાં આવા પક્ષીઓ તરફડીયા મારી મોતને પણ ભેટ્યા છે. આવા પક્ષીઓને બચાવવા જિલ્લા વહીવટી તંત્ર સહિત કેટલીક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પક્ષીઓની સારવારની કામગીરી કરવામાં આવી રહી છે. આવા પક્ષી પ્રેમી લોકોએ ઠેકઠેકાણે ફરીને ઘાયલ તથા પતંગના દોરામાં ફસાયેલા પક્ષીઓને સારવાર આપી તેમને નવુ જીવન બક્ષ્યું છે. નડિયાદ શહેરમાં કિડની હોસ્પિટલ પાસે એક કબૂતર પતંગના દોરામાં સીસીટીવીના થાંભલા પર ફસાયું હતું. ઘટનાની જાણ જિલ્લા વહીવટી તંત્રની એમડીએમઆરટી/ આઈડીઆરઆરસી રેસ્ક્યુ ટીમને થતાં આ ટીમના લોકોએ ભારે જહેમત વડે ફસાયેલા કબૂતરને રેસ્ક્યુ કરી પતંગના દોરામાંથી કાઢી તેને નીચે ઉતાર્યું હતું. બાદમાં નજીક આવેલ જૈન ગ્રુપની સાથે રહીને પ્રાથમિક સારવાર આપીને કબૂતરને દવાખાને મોકલી આપવામાં આવ્યું છે.ખેડા જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લોકોએ મન મૂકીને માણ્યો હતો. પરંતુ આ તહેવાર પક્ષીઓ માટે ઘાતકી બન્યો હતો. પતંગના દોરામાં અબોલ પક્ષીઓ ફસાતા તેઓ ઘાયલ થયા હતા, તો અમૂક પક્ષીઓ મૃત્યુ પણ પામ્યા છે. જાે કે સ્વૈચ્છિક, સામાજિક અને સરકારી સંસ્થાના પક્ષી પ્રેમી લોકોએ ખડે પગે ઊભા રહી ઘાયલ પક્ષીઓને મદદે આવી સારવાર આપી હતી. નોંધનીય છે કે શહેરમાં કિડની હોસ્પિટલ પાસે એક કબૂતર પતંગના દોરામાં સીસીટીવીના થાંભલા પર ફસાતાં તેને રેસ્ક્યુ કરાયું હતું.


