જૂનાગઢના ખેરૂનિશાબેન પઠાણને મતાધિકારના ઉપયોગ કરવા માટે તાયફોડનો તાવ પણ રોકી શક્યો ન હતો ! ખેરૂનીશાબેન હબીબખાન પઠાણ બિમાર હોવા છતા પૂરા ઉસ્તાહ સાથે સુખનાથ ચોક નજીકના દારૂલ ઉલૂમ સંસ્થા ખાતે ઉભા કરાયેલા મતદાન મથક ખાતે મત આપવા માટે પહોચ્યા હતા. મતાધિકાર ઉપયોગ કર્યોનો તેમણે આનંદ વ્યક્ત કરતા તેમણે દરેકને અચૂક મતદાર ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.


