Gujarat

ગાંધીનગરના ફાયર ઓફિસર મહેશ મોડ ૫ લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર
ગાંધીનગરમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મહેશ મોડની પ્રશંસનીય સેવાઓને ધ્યાને લઈને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયેલો છે. વર્ષ ૧૯૯૭ થી ૨૦૦૨ દરમિયાન મહેશ મોડ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેઓની નિમણૂક ગાંધીનગર ફાયર ઓફિસર તરીકે થઈ હતી. પોતાની ફરજ દરમ્યાન ભુજમાં ધરતીકંપ તેમજ અક્ષરધામ હૂમલા સમયે મહેશ મોડે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. જેમની કામગીરીની નોંધ લઈને ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૩ માં રાષ્ટ્રપતિ ચંદ્રક પણ એનાયત કરાયો છે.આ લખાય રહ્યું છે ત્યાં સુધી એસીબીની કાર્યવાહી ચાલી રહી છે. અને રીજિયોનલ ફાયર ઓફિસર મહેશ મોડની મેરેથોન પૂછતાંછ ચાલુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં સુરત ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર બેચરભાઈ સોલંકી ફાયર એનઓસી ઝડપી આપવાની અવેજ પેટે ત્રીસ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ત્યારે આજે ગાંધીનગર રીજિયોનલ ફાયર ઓફિસર મહેશ મોડ પણ પાંચ લાખની લાંચ લેતાં એસીબીનાં છંટકામાં આબાદ રીતે ફસાઈ ચૂક્યા છે.જેને લઈ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.ગાંધીનગર રીજિયોનલ ફાયર ઓફિસર મહેશ મોડને ફાયર પ્લાન મંજુર કરવાની અવેજીમાં ૫ લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડતા ચકચાર મચી છે. આ લાંચ પ્રકરણમાં તેમના સાળાએ પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી હોવાનું પણ બહાર આવ્યું છે. છેલ્લા ઘણાં સમયથી મહેશ મોડ ગાંધીનગર મનપામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગાંધીનગર રીજિયોનલ ફાયર ઓફિસર મહેશ મોડે ફાયર પ્લાન મંજુર કરાવવા માટે પાંચ લાખની લાંચ માંગી હતી. જે અન્વયે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ દાખલ કરી હતી. જેનાં પગલે આજે ગાંધીનગરમાં એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં તેમના સાળાની પણ સંડોવણી હતી આ છટકામાં ગાંધીનગર રીજિયોનલ ફાયર ઓફિસર મહેશ મોડ આબાદ રીતે પાંચ લાખની લાંચ લેતાં ઝડપાઈ જતાં ગાંધીનગરમાં ચકચાર મચી જવા પામી છે.

Gandhinagar-Regional-Fire-Officer-Mahesh-Mod.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *