Gujarat

ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ ની ટીમે એમ્બ્યુલન્સ મા પ્રસુતિ કરાવી માતા અને બાળક ની જીંદગી બચાવી

ગિરગઢડા
   ભરત ગંગદેવ….
ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ ની ટીમે એમ્બ્યુલન્સ મા પ્રસુતિ કરાવી માતા અને બાળક ની જીંદગી બચાવી
ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ માતા મરણ અને બાળ મરણ માટે ખુબજ ઉત્તમ સિંહ ફાળો આપે છે.
આજરોજ સવારના ૧૧ વાગ્યે ગિર સોમનાથ જિલ્લા ના ગિર ગઢડા તાલુકાના ફાટચર ગામની એક સગર્ભા મહિલા અસ્મિતાબેન પ્રકાશભાઈ ને પ્રસૂતિ નો દુઃખાઓ થતા ગિર ગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન આવેલો ફરજ પર ના હાજર કર્મચારી ઈએમટી.હંસાબેન અને પાયલોટ નિકુલભાઈ ઘટના સ્થળે થી લઈ હોસ્પિટલ જતા હતા અચાનક તે મહિલાને દુઃખાઓ વધવા થી એમ્બ્યુલન્સ મા જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી ૧૦૮ ના ઈએમટી.હંસાબેન ની આવડત અને ૧૦૮ હેડ ઓફિસ ના ડૉક્ટર ની સલાહ મુજબ માતા અને બાળક નો જીવ બચાવવામા આવ્યો હતો અને બંને ને ગિર ગઢડા સરકારી હોસ્પિટલ મુકવામા આવ્યા હતા.
તેમના સગા સંબંધીઓ એ દિકરાનો જન્મ થતા ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો જિલ્લાના ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ એ ફરી એકવાર સાબિત કર્યુ કે સગર્ભા માતા માટે આશિર્વાદ રૃપ છે.

IMG-20220419-WA0427.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *