Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ ૧૦-૧૨માં ૩૧૭૪૦ છાત્રો પરીક્ષા આપશે જિલ્લામાં ૪૩ કેન્દ્રો પર યોજાશે બોર્ડની પરીક્ષા..

ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ ૧૦- ૧૨માં ૩૧૭૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા અપાશે. આ પરીક્ષાઓ જિલ્લામાં ૪૩ કેન્દ્રના ૧૧૦૦ બ્લોકમાં યોજાશે. ધોરણ-૧૦માં ૨૨૫૨૦ વિદ્યાર્થીઓ ૨૭ કેન્દ્ર પરના ૭૫૧ બ્લોકમાં પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ૪ કેન્દ્ર ખાતે ૮૩ બ્લોકમાં ૧૫૮૭ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં ૧૨ કેન્દ્રોના ૨૬૬ બ્લોકમાં ૭૬૩૩ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાઓ ૩ ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે. એસ.એસ.સી. માટે વેરાવળ અને ઉના ઝોન રહેશે. ત્યારે એચ.એસ.સી. માટે વેરાવળ ઝોન રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષાઓ તા.૨૮-૦૩-૨૦૨૨ થી તા.૧૨-૦૪-૨૦૨૨ સુધી લેવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *