Gujarat

ટાયટલ ૧. ડીજીટલ ઇન્ડીયાના જમાનામાં કેશોદ નગરપાલિકા પાંચ વર્ષ પાછળ : જૂનાગઢની નવા જૂની ગ્રુપ ટાયટલ ૨. કેશોદ નગરપાલિકાની વેબસાઈટ પાંચ વર્ષથી અપડેટ નથી, જૂનાગઢની નવા જૂની ગ્રુપ દ્વારા રાજ્યપાલને પત્ર લખી યોગ્ય કરવા કરવામાં આવી રજૂઆત

   ગિરગઢડા
   ભરત ગંગદેવ..
છેલ્લા પાંચ વર્ષથી અપડેટ ના થવા પાછળનાં વ્યાજબી કારણો આપવા અને ૩૦ દિવસમાં અપડેની કામગીરી પૂર્ણ કરવા  જૂનાગઢની નવા જૂની ગ્રુપનાં એડમીન સાગર પંકજભાઈ નિર્મળ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, સાંસદસભ્ય, ધારાસભ્ય, કલેકટર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર અને ચીફ ઓફીસર કેશોદને પત્ર પાઠવી કરવામાં આવી રજૂઆત
કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટનાં હોમપેજ પર શહેરના ટુકા ઈતિહાસમાં તા. 8-10-1986 ના રોજ વસ્તીકના પ્રમાણને ઘ્યાકનમાં લઈને નગરપાલિકામાં રૂપાંતર થયેલ હોવાની વિગત દર્શાવેલ છે પરંતુ હાલની વસ્તી તેમજ નવા સુધારા સાથેની વિગત દર્શાવેલ નથી. કેશોદ નગરપાલીકાના પ્રવર્તમાન “ચિફ ઓફિસર” પરબતભાઈ ચાવડા છે જેને બદલે કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર ચારુબહેન મોરી નામ જોવા મળે છે તેમજ આ સાથે કર્મચારીનું નામ હોદ્દો અને શાખામાં ઘણા નવા સુધારા પણ થયેલ નથી અને ખાસ કર્મચારીઓનાં સંપર્ક નંબર જોવા મળતા નથી. કેશોદ નગરપાલીકા વિશેના વિભાગમાં ફક્ત કર્મચારીઓની જ માહિતી આપેલ છે જે ખુબજ જૂની હોય ત્યારે તેમાં સુધારો થયેલ નથી અને પ્રવર્તમાન પ્રમુખ “લાભુબહેન પીપલીયા” અને અન્ય હોદ્દેદારોની વિગતો નામ નંબર અને ફોટા સાથે જોવા મળતી નથી. તેમજ ૯ વોર્ડ નાં નામ અને વિસ્તારની માહિતી અને ૩૬ સદસ્ય (નગર સેવકો)ની વિગતો નામ નંબર અને ફોટા સાથેની માહિતી તેમજ જરૂરી વિગતો જોવા મળતી નથી. કેશોદ નગરપાલીકાના પ્રવર્તમાન “અરજી ફોર્મ” વિભાગમાં અરજદારો માટે લગત શાખાને તેમજ અધિકારીઓને કરવાની થતી અરજીઓ અને તેના નિકાલની માહિતી હોવી જોઈએ જ્યારે અહી કોઈપણ પ્રકારની વિગત જોવા મળતી નથી. કેશોદ નગરપાલીકાના પ્રવર્તમાન “શાખાઓ” વિભાગમાં કર્મચારીનું નામ હોદ્દો અને શાખાની કામગીરી અને શાખાના મહેકમની માહિતી હોવી જોઈએ અને ખાસ કર્મચારીની લાયકાત પણ દર્શાવવી જોઈએ જ્યારે અહી કોઈપણ પ્રકારની વિગત જોવા મળતી નથી. કેશોદ નગરપાલીકાના પ્રવર્તમાન “શોધ” વિભાગમાં કોઈ પણ પ્રકારની માહિતી જોવા મળતી નથી.
કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં (છેલ્લી સુધારાની તારીખ ૩૦ / ૦૬ / ૨૦૧૮) થી  અપડેટ ન થતી હોવાની ચોકાવનારી વિગત જોવા મળેલ છે. કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં સરકાર દ્વારા ચાલતી યોજનાઓની માહિતી પણ દર્શાવવામાં આવેલ નથી.
કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં ઓનલાઈન ટેક્ષ ચૂકવણા માટેની સુવિધા પણ દર્શાવવામાં આવેલ નથી અને  સમિતિઓ અને તેના અધ્યક્ષની માહિતીઓ પણ દર્શાવવામાં આવેલ નથી.
આ તમામ માહિતીઓ જાહેર માહિતીઓ કહેવાય, જાહેર માહિતી શા માટે કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી અને છેલ્લી સુધારાની તારીખ ૩૦ / ૦૬ / ૨૦૧૮ થી  અપડેટ ન થવા પાછળના વ્યાજબી કારણો આપવા તેમજ આ તમામ જાહેર માહિતીઓ કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં તાત્કાલિક દિવસ ૩૦ માં  પ્રસિદ્ધ કરવામા આવે અને લોકોની મુશ્કેલીમાં મદદ મળે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જોવામાં આવતા સ્વપ્નને ડીઝીટલ ઈન્ડીયાને પણ દિવાસ્વપ્ન બનાવતા જવાબદાર અધિકારી દ્વારા અવરોધ ન કરતા વેગ મળે તેવા હેતુસીદ્ધ કાર્ય કરવા જુનાગઢની નવા જૂની ગ્રુપ એડમીન સાગરભાઈ નિર્મળ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, સાંસદસભ્ય, ધારાસભ્ય, કલેકટર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર અને ચીફ ઓફીસર કેશોદને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

IMG-20220314-WA0434.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *