Gujarat

ગીર સોમનાથ જીલ્લામા વિકલાંગ અને દિવ્યાંગ વેરાવળની ભાલપરા પ્રાથમિક શાળામા cwsn રીસોઁટ નુ લોકાપઁણ

 ગિરગઢડા
  ભરત ગંગદેવ
 બાળકો માટે સેન્ટર કાયઁરતસરકાર દ્રારા વાહન ખચઁથી લઈ તમામ ખર્ચ અપાય છે જીલ્લામા  6  જગ્યાએ સેન્ટરો કાયઁરત  વેરાવળની ભાલપરા પ્રાથમિક શાળામા cwsn રીસોઁટ નુ લોકાપઁણ…
ગીર સોમનાથ જીલ્લાના ભાલપરા પ્રાથમિક શાળા  C.W.S.N. એટલે કે વિકલાંગ અને દિવ્યાંગ બાળકો ની દેખભાળ અને શિક્ષણ માટે કલ્સટર સેન્ટર કાયઁરત કરાયુ. ગીર સોમનાથ જીલ્લા મા વેરાવળ તાલુકાના ભાલપરા વિસ્તાર મા પ્રાથમિક શાળામા વિકલાંગ અને દિવ્યાંગ બાળકો  તેમજ બહેરા, મુંગા, મનબુધ્ધી, મગજનો લકવો આવા બાળકોના શિક્ષણ તેમજ ફીજયોથેરાફી થી લઈ તમામ માવજત માટે કલ્સટર સેન્ટર કાયઁરત કરવામા આવેલ છે જેમા આ બાળકોને ઘરેથી શાળાએ આવવા જવાનો વાહન ખર્ચ પણ સરકાર ભોગવશે .ગીર સોમનાથ જીલ્લામા  6 સેન્ટરો કાયઁરત છે જેમાનુ આજે વેરાવળ તાલુકામા જીલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન વિક્રમભાઈ પટાટ ના હસ્તે ખુલ્લુ મુકવામા આવેલ છે જે બાળકોને શારીરીક રીતે ડોક્ટરની જરૂરિયાત છે તેવા બાળકોને આ કલ્સટર સેન્ટર પર વિનામુલ્ય સારવાર આપવામા આવશે . ત્યારબાદ માનસીક વિકાસ ,સામાજીક વિકાસ અને સંવેદનશીલ વિકાસ માટે બાળક જે ભાસામા સમજે તે ભાષામા અહી કસરત થી લઈ તમામ સુવિધાઓ આપવામા આવશે . આવા બાળકો ઇશ્ર્વરનુ સ્વરુપ ગણી તેની સારવાર કરવામા આવનાર છે .સરકાર દ્રારા શહેરી વિસ્તાર ની સાથે ગ્રામ્ય વિસ્તાર મા પણ શારીરીક અને માનસિક રીતે પીડાતા બાળકો ને ધ્યાને લઈ  આવા કલ્સટર સેન્ટર કાયઁરત કરાયા છે જેમા તમામ સુવિધાઓ સાથે કસરત સહીતની સવલતો આપવામા આવેલ છે .

IMG-20220108-WA0332.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *