Gujarat

ગુજરાતી ફિલ્મ લાસ્ટ ફિલ્મ શોના ડાયરેક્ટર ઓસ્કાર કમિટીના મેમ્બર બન્યા

અમદાવાદ
એકેડમી ઓફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાયન્સ જે દર વર્ષે ઓસ્કારના વિજેતા જાહેર કરે છે એમાં ફિલ્મ ડિરેક્ટર પાન નલિન કે જેઓ પહેલા એવા ગુજરાતી છે જેમને ઓસ્કારની ઓફિશ્યિલ મેમ્બરશિપ મળી છે. બીજા પણ ભારતીયોને આ તક મળી છે જેમાં તમિલ એક્ટર સૂર્યા, બોલિવૂડ એકટ્રેસ કાજાેલ, તથા સુમિત ઘોષ, રીતુ થોમસ, આદિત્ય સૂદના પણ નામ છે. પાન નલિનની ફિલ્મો જેવી કે સમસારા, એન્ગ્રી ઇન્ડિયન ગોડેસેસ, તથા તેમની હાલની ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) જે અત્યારે દુનિયાના તમામ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું નામ કમાઈ રહી છે. આ ફિલ્મ ભારતમાં સપ્ટેમ્બર પછી રિલીઝ થવાની છે. છેલ્લો ફિલ્મ શોએ પ્રથમ ભારતીય ફિલ્મ છે જે અમેરિકન ફિલ્મ કંપની સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા ખરીદવામાં આવી છે તથા જાપાનમાં શોચીકુ ફિલ્મ્સ અને ઇટાલીમાં મેડુસા ફિલ્મ્સ દ્વારા ખરીદવામાં આવી છે. આ ભારતીય સિનેમા માટે ગૌરવની વાત છે. પાન નલિને કહ્યું કે, હું સન્માનિત અને સશક્ત અનુભવી રહ્યો છું. કોઈક રીતે ઘણા વર્ષો પહેલા મેં એક રસ્તો પસંદ કર્યો હતો જે મુશ્કેલ અને અણગમતો હતો. આજે ગૌરવનો દિવસ છે. મેં મારા એકાંતમાં જે કર્યુ તે આખરે લોકોએ સહર્ષ સ્વીકાર્યુ. મારા સિનેમામાં વિશ્વાસ કરવા અને મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા બદલ, હું એકેડમી નો આભાર માનુ છું. હું આ નવી શરૂઆત માટે ખૂબ જ ઉત્સાહિત છું. આજે એક નવી યાત્રા શરૂ થશે.” લાસ્ટ ફિલ્મ શોએ સ્પેનિશમાં સંપૂર્ણ રીતે ડબ થયેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. જર્મની, ઇઝરાયેલ, તાઇવાન અને ટૂંક સમયમાં જ ભારત સહિત વિશ્વભરના વધુ સિનેમા થિયેટરોમાં ફિલ્મની રિલીઝની શરૂઆત માત્ર સ્પેનમાં લાસ્ટ ફિલ્મ શોની રજૂઆત દર્શાવે છે. આ ઈન્ડો-ફ્રેન્ચ સહ-નિર્માણ, જેનું પ્રતિનિધિત્વ ફ્રેન્ચ જાયન્ટ્‌સ, ેંય્ઝ્ર અને ઓરેન્જ સ્ટુડિયો દ્વારા કરવામાં આવે છે, તેણે ટ્રિબેકા, સેમિન્સી, મિલ વેલી જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સફળતા મેળવીને વૈશ્વિક ફિલ્મ સર્કિટ પર પહેલેથી જ જબરદસ્ત પ્રશંસા મેળવી છે.

file-01-page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *