Gujarat

ગુજરાત યુનિવર્સિટીના જીયુએસઈસીને કેન્દ્ર દ્વારા ૫ કરોડની ગ્રાન્ટ મળી

અમદાવા
સ્ટાર્ટઅપ ઇન્ડિયા” અંતર્ગત સીડ ફંડ સ્કીમમાં ગુજરાત યુનિવર્સિટીના જિયુસેકની પસંદગી કરવામાં આવી છે.આ સહયોગ દ્વારા જિયુસેક હવે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સમાં સીડ ફંડનું રોકાણ કરી શકશે. સ્ટાર્ટઅપ્સ આ સ્કીમ દ્વારા રૂ.૫૦ લાખ સુધીનું ફંડિંગ સપોર્ટ મેળવી શકશે.જે ટૂંક સમયમાં જિયુસેક ખાતે શરૂ કરવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે, રસ ધરાવતા સ્ટાર્ટઅપ્સે ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને અરજી કરવાની રહેશે. લાંબા સમયથી જિયુસેક સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ,ફાઇનાન્સ, ખાનગી રોકાણો, લેબોરેટરી સપોર્ટ, પેટન્ટ સપોર્ટ, ઓફિસ સ્પેસ વગેરે જેવા તમામ જરૂરી સમર્થન સાથે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પહેલ, જિયુસેકને હવે વિવિધ વૈશ્વિક, રાષ્ટ્રીય અને રાજ્ય સમર્થકો જેમ કે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, નીતિ આયોગ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, યુનિસેફ, એસએસઆઈપી, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ગુજરાત દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જીયુસેક ઈન્ક્યુબેટેડ ઋત્વિજ દસાડિયાના સ્ટાર્ટઅપ બૂઝ સ્કૂટર્સને (ઈલેકટ્રોનિક સ્કૂટર) એક ટીવી ચેનલના પ્રોગ્રામમાં નાણાકીય સપોર્ટ મળ્યો હતો. આઈઆઈએમ-અમદાવાદમાં અભ્યાસ કરી ચૂકેલા વિનિતા સિંઘ (સુગર કોસ્મેટિકના સીઈઓ) અને અશ્વનીર ગ્રોવર (ફાઉન્ડર, ભારત પે, મોબાઈલ પેમેન્ટ કંપની)એ તેમને રૂ. ૪૦ લાખનો નાણાકીય સપોર્ટ જાહેર કર્યો છે. ગત ડિસેમ્બરમાં આ એપિસોડ પ્રસારિત થયો હતો. ગુજરાત યુનિવર્સિટીએ ઋત્વિજ દસાડિયાના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી કેમ્પસ આંતરિક ટ્રાન્સપોર્ટેશન માટે આ ઈલેક્ટ્રોનિક સ્કૂટરનો ઉપયોગ કરવાનો ર્નિણય કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડયાએ કહ્યું હતું કે, જીયુસેકે ૨૦૧૮માં દેશઉપોયોગી સ્ટાર્ટઅપકર્તાઓની અરજી મંગાવી હતી. જેમાંથી ઋત્વિજ દસાડિયાની અરજી સ્વીકારાઈ હતી. શિક્ષણ વિભાગની એસએસઆઈપી મુજબ તેને રુ. ૨ લાખની સહાય અપાઈ છે.

Gujarat-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *