Gujarat

યુપીમાં મોદી-યોગીની તસ્વીરવાળી સાડી પહેરી કેટવોક કર્યું

સુરત
ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર-પ્રસાર કરવામાં કોઈ કસર છોડી નથી. કોરોના સંક્રમણને કારણે ચૂંટણી પંચ દ્વારા કેટલીક મર્યાદા રાખવામાં આવી હતી. જેને કારણે વધુ લોકો એકત્રિત ન થઈ શકે તેનું ધ્યાન રાખીને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલા કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી અને યોગીની પ્રિન્ટવાળી સાડીઓ પહેરીને પ્રચાર કરતી જાેવા મળી. તો ક્યાંક મહિલાઓ ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલના નિશાન વાળી સાડીઓ પહેરીને ફરતી દેખાઇ હતી. ઉત્તર પ્રદેશના મથુરા વિધાનસભા વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. જેમાં સ્થાનિક સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી પુરજાેશમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો. મહિલાઓએ મોદી અને યોગીની સાડીઓ પહેરીને કેટવોક કર્યો હતું જે સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અભિનેત્રી હેમા માલીનીએ તમામ મહિલા કાર્યકર્તાઓનું પ્રોત્સાહન વધારવા માટે પોતે હાજરી આપી હતી. સુરતના કપડા વેપારી લલિત શર્માએ જણાવ્યું કે, આ સુરતની અંદર અલગ અલગ મેન્યુફેક્ચરર્સને ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી મોદી અને યોગીની પ્રિન્ટેડ સાડીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વાળી સાડીઓની ડિમાન્ડ હતી. જેના આધારે શરૂઆતમાં ૫૦,૦૦૦ અને ત્યારબાદ લગભગ ૧ લાખ કરતાં વધુ સાડીઓનો ઓર્ડર મળ્યો હતો. આજે ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી અને યોગી સાડીઓએ જબરજસ્ત લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અન્ય રાજકીય પક્ષોને પણ અલગ અલગ પ્રકાર અને ડિમાન્ડ સુરત શહેરથી ચૂંટણી સામગ્રીઓને લઈને પૂર્ણ કરવામાં આવી છે.

Women-wearing-Modi-Yogi-printed-sari-catwalked.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *