Gujarat

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ નહીં રહે

અમદાવાદ
કોરોનાને કારણે ૨ વર્ષથી શિક્ષણ પર અસર પડી છે. પરીક્ષા, પરિણામ અને પ્રવેશ સતત અસર થઈ રહી છે. ત્રીજી લહેર શરૂ થતાં જ ય્‌ેં દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇનનો વિકલ્પ આપવામાં આવશે અને ઁય્ના કેટલાક કોર્ષમાં ઓનલાઇન ઓન ડિમાન્ડ પરીક્ષા લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ અલગ અલગ વિકલ્પથી પરીક્ષા આપી શકશે. અગાઉ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા ૪-૫ મહિના મોડી લેવાઈ હતી. જેના કારણે આ વર્ષે યુનિવર્સિટી દ્વારા અગાઉથી જ પરીક્ષા માટે અલગ અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે જેના કારણે પરીક્ષા મોડી નહીં યોજાય. અલગ અલગ વિકલ્પના કારણે વિદ્યાર્થીઓની એક સાથે પરીક્ષા પૂર્ણ થશે અને આગળનો અભ્યાસ સમયસર શરૂ થશે. કોરોનાના કેસ વધતા ગુજરાત ટેક્નોકજીકલ યુનિવર્સિટી દ્વારા ૨૦ જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ નહીં રહે, પરંતુ અલગ અલગ વિકલ્પ આપીને પણ સમય પ્રમાણે જ પરીક્ષા લેશે.

Gujarat-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *