અમદાવાદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આઈટી સેક્ટરના વિકાસને વેગ આપવા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવાના હેતુસર જાહેર થયેલી પ્રોત્સાહક આઈટી પોલિસી અંતર્ગત થયેલા આ સૌ પ્રથમ સ્ટ્રેટેજિક એમઓયુને આવકાર્યા હતા.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આર્ત્મનિભર ભારતના નિર્માણમાં આ નવી આઈટી પોલિસીથી યોગદાન આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે.મુખ્યમંત્રીએ ક્યુએક્ષ ગ્લોબલની આ પહેલ માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમના ગુજરાત ઓપરેશન્સમાં જરૂરી યોગ્ય સહયોગ પણ આપશે. ક્યુએક્ષ ગ્લોબલના ગૃપ સી.ઇ.ઓ ફ્રેન્ક રોબિન્સને આ એમઓયુ વખતે વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં જણાવ્યું કે, અમદાવાદમાં ૨૦૦૩-૦૪માં તેમના સહયોગથી શરૂ થયેલી આ ક્યુએક્ષ ગ્લોબલ હવે ૨૩૦૦ જેટલા આઇ.ટી સેક્ટરના પ્રશિક્ષિત માનવબળ સાથે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત બની છે. આ ૨૩૦૦ પૈકીના મોટાભાગના ૧૭૦૦ જેટલા પ્રોફેશનલ્સ ગુજરાતમાં કાર્યરત છે અને આ સ્ટ્રેટેજિક એમઓયુના પરિણામે આગામી વર્ષોમાં આઇ.ટી ક્ષેત્રે બે હજાર જેટલી રોજગારીનું સર્જન થશે.તાજેતરમાં રાજ્ય સરકારે આઈટી અને આઈટીઇએસ સેક્ટરના વિકાસ માટે તાજેતરમાં નવી આઈટી પોલિસીની જાહેરાત કરી હતી. ત્યારે આ પોલીસીની પ્રથમ ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક એમઓયુ સંપન્ન થયા છે.સાયન્સ ટેક્નોલોજીના નાયબ નિયામક અને ક્યુએક્ષ ગ્લોબલ ગૃપ લિમિટેડના ગુજરાત પ્રતિનિધિ સ્નેહલ પટેલે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.