Gujarat

ગુજરાત હાઇકોર્ટે પત્નીને તેના માતા-પિતા પાસે જવાની મંજૂરી આપી હતી

અમદાવાદ
શું થઈ રહ્યુ છે સમાજ અને લોકોને… શું કરવા લોકો આવી પરિસ્થિતિને ઉભી કરે છે શું કરવા લોકો પ્રેમથી રહેતા નથી લગ્ન કરે છે પછી બાદમાં પરિસ્થિતિ કેમ બગડે છે શું થાય છે તેની આજદિન સુધી કોઈને ખબર પડી નથી ત્યારે ગુમ થયેલી શિક્ષિકા પત્નીને શોધવા પતિએ હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ અરજી કરી છે. આ અરજીની સુનાવણી દરમિયાન પત્ની હાઇકોર્ટમાં હાજર થઇ હતી તેણે એવી રજૂઆત કરી હતી કે, પતિ તેની સ્કૂલે જઇને માર મારે છે. સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓની વચ્ચે તેને અશોભનીય શબ્દોમાં બોલાવે છે તેના કારણે તે પતિ સાથે રહેવા માગતી નથી. કોર્ટ સમક્ષ પોતાની કેફિયત રજૂ કરતી પત્નીને અટકાવીને ધમકાવતા પતિને હાઇકોર્ટે ખખડાવ્યો હતો. કોર્ટે ટકોર કરી હતી કે, કોર્ટની અને સ્ત્રીની ગરિમાને નહીં જાળવો તો કોર્ટ તેની વિશિષ્ટ સત્તાનો ઉપયોગ કરશે અને જેલભેગા થવું પડશે. અમે જાણીએ છીએ તમે શું કરવા માગો છો? હાઇકોર્ટે પત્નીને તેના માતા-પિતા પાસે જવાની મંજૂરી આપી હતી. અમે સાથે રહેવા માટે અનેક પ્રયત્નો કર્યા છે પરતું પતિ તેની સાથે મારપીટ કરે છે. જાહેરમાં ગમે ત્યારે તેને કારમાંથી ઉતારીને મારે છે. હાઇકોર્ટમાં તેના પતિએ છૂટાછેડા નહીં આપવા સામે અપીલ કરી છે. પત્ની જે સ્કૂલમાં નોકરી કરે છે તે સ્કૂલમાં તેની ૧૫ વર્ષની દીકરી પણ ભણે છે. સ્કૂલમાં જઇને તેની નજર સામે પત્ની સાથે ક્રૂરતા આચરે છે. જયારે તેમની દિકરી નાની હતી ત્યારે તેની હાજરીમાં તેનો પતિ તેને મારતો હતો. આવા બનાવથી તેની દીકરી પિતા પાસે જતી નહોતી. આજે દીકરી ૧૫ વર્ષની થઇ ગઇ છે. તે પિતા પાસે થોડી વાર માટે પણ રહેવા માગતી નથી, અને ઓળખતી પણ નથી. જેનાથી રોષે ભરાઇને તેનો પતિ શંકા કરીને જાહેરમાં મારે છે. પતિના ત્રાસથી તે હવે તેની સાથે રહેવા માગતી નથી. પત્નીનો વકીલ તેનો કોલેજનો મિત્ર છે અને પત્નીની સાથે જ બેસીને બધે ફર્યા કરે છે. હાઇકોર્ટે તેને ખખડાવતાં એવી ટકોર કરી હતી કે, તમારી છૂટાછેડાની અરજી ચાલતી હોવાથી તમે પત્ની પર કોઇ દબાવ લાવી શકો નહી. તમને દીકરીને મળવાનો અધિકાર છે, પરંતુ છેલ્લા ૭ વર્ષથી એક રૂપિયો પણ ભરણપોષણ તો આપતા નથી. હવે પછી કાયદો હાથમાં લેશો તો કોર્ટ જેલ ભેગા કરશે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *