ગોધરા
ગુજરાતમાં દારૂબંધી…. ગાંધીના ગુજરાતમાં…. ગોધરાની પરવડી ચોકડી પાસેથી દાહોદથી અમદાવાદ તરફ જતી દારૂ ભરેલી ટ્રક સાથે એકને એલસીબી પોલીસે પકડી પાડી હતી. પોલીસે રૂા.૧૦.૩૩ લાખનો દારૂ તથા કન્ટેનર મળીને કુલ રૂા.૧૫.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કન્ટેનરની બંધ બોડીમાં દારુનો જથ્થો ભરીને દાહોદથી રવાના થઇને અમદાવાદ તરફ જવાનો છે. તેવી બાતમીના આધારે એલસીબી પીઆઇ પરમારની સૂચનાથી એલસીબી પરવડી નાકાબંધી કરી હતી. બાતમીવાળું કન્ટેનર આવતાં પોલીસે રોકીને રાજસ્થાનનો જવરીલાલ બિશ્નોઇને પકડયો હતો. કન્ટેનરમાં તપાસ કરતાં દારૂની ૧૨૩ પેટી મળી હતી. પોલીસે રૂા.૧૦,૩૩,૨૦૦નો દારૂનો જથ્થો, આઇસર કન્ટેનર, એક મોબાઇલ મળીને કુલ રૂા.૧૫,૩૮,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


