Gujarat

ગ્રામિણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજરોજ છોટાઉદેપુર એસ.એન કોલેજ મેદાનમાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન યોજાયું.

જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર સાસદ ગીતાબેન રાઠવા આદિજાતિ ડિરેક્ટર જશુ ભાઈ રાઠવા  માધ્યમિક બોર્ડ ના ડિરેક્ટર મુકેશ ભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ સજન બેન સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અંજુબેંન ઉપસ્થિત રહ્યા.
આ મેળાનો હેતુ ગ્રામીણ ક્ષેત્ર ની સ્વસહાય જૂથોની બહેનોને તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટેનું માર્કેટ મળી રહે તે માટેનો છે. આ કાર્યક્રમની અંદર સરકારશ્રીના 20 વર્ષના વિકાસયાત્રાની પણ ઝાંખી જોવા મળશે અને તે માટેનું વંદે ગુજરાત પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ છે જે એક્ઝિબિશન ના ભાગરૂપે જોડાયેલ હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1655957296152_6945588311083098994.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *