Gujarat

ચોકી ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા પધારતા તેનું ભવ્ય સ્વાગત કરાયુ

 જૂનાગઢ તાલુકાના ચોકી ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા પધારતા તેનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા કરાયુ હતું. આ રથમાં રાજય સરકારની છેલ્લાં ૨૦ વર્ષની વિકાસ ગાથાની ફિલ્મો દેખાડાઇ હતી. જેમાં રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.

આ તકે માર્કેડયાર્ડ પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ,  તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરિભાઇ પરમાર, સરપંચશ્રી કોમલબેન પટોડિયા, અગ્રણીશ્રી  પ્રવીણભાઇ સોલંકી, પ્રવીણભાઇ પટોડિયા, ઉપસરપંચશ્રી હિતેષભાઇ આસોદરિયા, અરવિંદભાઇ ધરડેચિયા, ભરતભાઇ કોટડિયા, સોનલબેન કાલા, પ્રભાબેન છતરોલિયા, હિતેષભાઇ આસોદરિયા, ભીખાભાઇ કોટડિયા, તલાટી મંત્રીશ્રી ચુડાસમા  સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ  ઉપસ્થિત રહયા હતા.

choki-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *