Gujarat

ચોટીલામાં ૩૨૯ વિદેશી દારૂની બોટલ પોલીસે જ્પ્ત કરી

ચોટીલા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ જાેવા મળે છે રોજબરોજ જ્યાં જુવો ત્યાં ગુજરાતમાં દારૂ વેચાય છે પીવાય છે તેમ છતાં કોઈ માનવા તૈયાર નથી એવા માં હવે ચોટીલા પોલીસ મથકના ટાઉન બીટ એએસઆઇ તથા સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે સન સાઇન હોટેલ પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં આવેલ ૨ રહેણાક મકાન પૈકી હાઇ-વે બાજુના મકાનમાં જે સાયલા તાલુકાનાં ધજાળાનાં રહીશ શિવરાજભાઇ ઉર્ફે માવુ ટપુભાઇ ખવડના કબ્જા ભોગવટાનાં મકાનમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. આથી પીઆઇ આઇ.બી.વલવી, પીએસઆઇ એમ.કે.ગોસાઇ તથા સ્ટાફના વિજયસિંહ, ઉમેશભાઇ, કમલેશભાઈ, વજાભાઇ, સરદારસિંહ સહિતનાએ રેઇડ કરી હતી. જ્યાં મકાનની અંદર રૂમમાં ૩ અલગ અલગ બ્રાન્ડની બોક્સ પેટીઓ અને છૂટક બોટલો નંગ ૩૨૯ કુલ રૂ.૧,૧૬,૦૫૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસના દરોડા સમયે આરોપી હાજર નહીં મળતા તેના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સાયલા પોલીસમાં મારામારી, ધમકી, પ્રોહિબિશન તેમજ ચોટીલા પોલીસમાં હત્યાના ગુનાઓ નોંધાયા છે. જામનગર જીલ્લાના એ ડિવિઝન પોલીસમાં પ્રોહિબિશન ગુનાઓ તેના વિરૂદ્ધ અગાઉ નોંધાયો છે. જેમાં પોલીસ પકડની બહાર હોવાનું પોલીસે જણાવ્યું છે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *