મકસુદ કારીગર,કઠલાલ
ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપતા યુવાનો સહેલાઇથી ગામમાંથી જ પુસ્તકો મેળવી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે તેવા ઉમદા ઉદેશ્ય થી છીપડી શક્તિ ધામ ખાતે લાયબ્રેરી શરૂ કરવામાં આવી.જેમાં હાલ બે હજાર જેટલાં પુસ્તકો વસાવવામાં આવ્યા છે અને હજુ વધુ પુસ્તકો વસાવવામાં આવશે.જેથી કરીને ગામના યુવાનો તેનો લાભ લઈ શકે. આ લાઇબ્રેરીમાં ફક્ત સો રૂપિયા જેવી નજીવી સભ્ય ફી રાખવામાં આવી છે.શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાઈબ્રેરી નું સંચાલન કરવામાં આવશે.ટ્રસ્ટના પ્રમુખ હરીભાઇ ના હસ્તે શક્તિ માતાજીની મૂર્તિની સમક્ષ લાઈબ્રેરી નું ઉદઘાટન કરવામાં આવ્યું.આ પ્રસંગે બાલુસિંહ,કહાનસિંહ ,રાવજીભાઇ, ઉદેસિંહ,ઉદયસિંહ,રાકેશભાઈ વિમલભાઈ,ભરતસિંહ,બાબુભાઈ અને કમલેશભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમના આ કાર્યના સૌએ વખાણ કર્યા હતા.હવે ગામના સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીનો લાભ લઈ શકશે.


