ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં પેરોલ ફર્લો જમ્પના તથા વચગાળા જામીન ઉપરથી ફરાર થઇ ગયેલ આરોપી તથા ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાનાં તેમજ જીલ્લા બહાર અને રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ જે અનુસંધાને ડી. એમ વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટર તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત તથા તેના મોબાઇલ લોકેશન આધારે જેતપુરપાવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૪૫૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અરવિંદભાઇ ધનસીંગભાઇ શઠવા રહે.મોટીઝેર, મેડીયાવડ ફળીયા, તા.જી.છોટાઉદેપુર નાને રાજકોટ જીલ્લાના ધુનાડા (સજ્જનપુર) ગામેથી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


