Gujarat

છોટાઉદેપુર ખાણખનીજે 7 દિવસમાં 18 વાહનો ઝડપ્યાં

છોટાઉદેપુર ખાણખનિજ વીભાગ દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકાના ધામાસિયા, ગોલાગામડી, અલ્હાદપુર, કેવડી, છોટાઉદેપુર, ફેરકુવા, સંખેડા જેવા વિસ્તારોમાંથી એક અઠવાડિયાની અંદર 17 વાહન અને 1 મશીન કુલ 18 વાહનો બિન અધિકૃત રેતી ખનન કરતા તથા રેતીનું વહન કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. રેતી ચોરોને પકડવા તંત્ર હરકતમાં આવી ગયું છે. સમગ્ર વિસ્તારોમાં ભૂસ્તર શાસ્ત્રીની ટિમ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરી સફળ રેહતા રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી નરેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર ખાણખાણીજ ખાતાના કર્મચારીઓ દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં 17 વાહનો અને એક મશીન કુલ 18 વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. અને 1 કરોડ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને તમામ વાહન માલિકોને નિયમોનુસાર નોટિસ આપી વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે ચાલુ ખાતાકીય વર્ષમાં તા 1/4/22 થી 29/12/22 સુધીમાં જિલ્લામાં બિન અધિકૃત ખનીજ ખનન / વહન / સંગ્રહના કુલ 397 કેસ કરવામાં આવ્યા છે. અને રૂ 9 કરોડ 41 લાખની ३ દંડનીય રકમ વસુલ કરવામાં આવેલ છે. અને ત્રણ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમ ખાણખનીજ વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વિસ્તારોમાં રાત્રી દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અંતરિયાળ વિસ્તારોમાંથી રેતી ચોરી થતી હોય એ બાબત ઘણી વખત તંત્રની જાણમાં આવતું નથી. પરંતુ જિલ્લામાં આવેલી 7 જેટલી નદી તથા ઘણા કોતરોમાં કિનારાના ગામોમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણું બધું ગેરકાયદેસર રેતીનું ખનન પકડાઈ શકે તેમ છે.
ખનન કરનારા સામે કડક પગલાં ભરવામાં આવશે છેલ્લા એક અઠવાડિયાથી અમારી પાસે સાદી રેતીનું બિન અધિકૃત ખનન કરવામાં આવતું હોય તેવી બાતમી મળતાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આવનાર સમયમાં પણ રેતી ખનીજ બાબતે બિન અધિકૃત રેતી ખનન થતું હોય એ બાબતની જાણ થશે તો તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવશે. > નરેન્દ્રભાઇ પટેલ, જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી, ખાણખનીજ અધિકારી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *