Gujarat

છોટાઉદેપુર ખાતે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામીણ વિકાસ બેન્ક દ્વારા વાતાવરણીય બદલાવ અને તેની અસરો અંગે ખેડૂતો અને વિદ્યાર્થીઓ સાથે શિબિરનું આયોજન કરાયું હતું

છેલ્લા દોઢ દાયકાથી વાતાવરણમાં આવી રહેલા બદલાવની વ્યાપક અસરો ખેતીવાડી , પશુપાલન અને આજીવિકાની પ્રવૃતિઓ ઉપર પડી રહી છે. જેના કારણે ગ્રામ્ય સમાજના લોકોના આવકના સાધનો , કુદરતી સંસાધનો અને તેમના જીવન ધોરણ પ્રભાવિત થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ને સમજવા અને તેના ઉપાયો માટે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામીણ વિકાસ બેન્ક દ્વારા છોટાઉદેપુર ના દરબાર હોલ ખાતે એક કાર્યશિબિર યોજાઈ હતી. કાર્યક્રમમાં વાતાવરણીય બદલાવ ને રોકવા માટે તેમજ તેની સાથે અનુકૂલન સાધી ખેતી પધ્ધતિ ઓ અપનાવવા, પ્રાકૃતિક ખેતી નું મહત્વ જેવાં મુદ્દાઓ ઉપર  નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઈમેટ ચેન્જ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપ ના અધ્યક્ષ એવા રિટાયર્ડ IAS ડૉ. કિરીટ શેતલ , નાબર્ડ ના
ડી. ડી.એમ. દર્શન દેવરે , શ્રોફ ફાઉન્ડેશન ના એમ.ડી. રિટાયર્ડ આનંદ મોહન તિવારી સહિત ખેતીવાડી, પશુપાલન, બાગાયત , આત્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ એ ખેડૂતો ને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ પહેલા નગરની શાળાઓમાં આ જ વિષય ઉપર વિવિધ સ્પર્ધાઓ યોજી હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં

Screenshot_20220330-154848_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *