Gujarat

દ્વિ-ચક્રીય વાહનોની નવી સીરીઝમાં

પસંદગીના નંબરો મેળવવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના વાહન જોગ
છોટાઉદેપુર: તા. ૩૦:
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા ટુ-વ્હીલ વાહનોની નવી સીરિઝ GJ34 L ના ગોલ્ડન -સિલ્વર નંબરો માટેની હરાજી તા.૦૫-૦૪-૨૦૨૨ ના રોજ ખોલવામાં આવશે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭માં કરાવી ONLINE https://vahan.parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.
તા.૩૧-૦૩-૨૦૨૨ થી તા.૦૨-૦૪-૨૦૨૨ સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. તા.૦૩-૦૪-૨૦૨૨ થી તા. ૦૪-૦૪-૨૦૨૨ ના રોજ AUCTION નું બીડિંગ ઓપન થશે. તા.૦૫-૦૪-૨૦૨૨ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ અત્રેની કચેરીએ જમા કરાવવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવો.સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે એમ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *