સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તા. ૦૫/૦૭/૨૦૨૨ થી તા. ૧૯/૦૭/૨૦૨૨ સુધી યોજાનારી આ વંદે ગુજરાત વિકાસ યાત્રાના પાંચમા દિવસે એટલે કે તા. ૦૯/૦૭/૨૦૨૨ના રોજ રથ નં. ૧ સવારે બોડેલી તાલુકાના ૧-અલીખેરવા જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ઠ અલીખેરવા, બામરોલી, સમધિ, શાલપુરા, કુંડી, ઉંચાકલમ, નવાપુરા અને રાજખેરવા ગામે સવારના સમય દરમિયાન પરિભ્રમણ કરશે. સાંજના સમયે મોરખલા, બમકોઇ, વાંદરડા, પચીસગામ, ખારાકુવા, અને ખોખરીવેરી ગામમાં પરિભ્રમણ કરી પચીસગામ મુકામે રાત્રીરોકાણ કરશે જયાં લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાત્રી સભા યોજાશે.
રથ નં. ૨ના નિયત થયેલા કાર્યક્રમ મુજબ તા. ૦૯/૦૭/૨૦૨૨ના રોજ સવારે છોટાઉદેપુર તાલુકાના ૩૨-ઝોઝ જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ઠ ઝોઝ, અલસીપુર, મંડલવા, ગુંડા, ડોલરિયા, રાણીખેડા અને જામલીમાં સવારના સેશનમાં પરિભ્રમણ કરશે. જયારે સાંજના સમયે લગામી, વિરપુર, કોડવાણિયા, નવાગામ અને કુંભાણી ગામમાં પરિભ્રમણ કરી લગામી ગામે રથ રાત્રીરોકાણ કરશે જયાં લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાત્રીસભા યોજાશે એમ આયોજકો તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
