Gujarat

છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે વિવાદમાં પડેલ ૨૦૦ મીટર ડામર રોડનું અધુરૂં કામ પૂર્ણ કરાવવા બાબતે મોટી સંખ્યામાં ગામ લોકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

હાલમાં નાલેજ ઓલીઆંબા હરવાંટ, મોટી અમરોલ, રતનપુર સુધી કુલ ૨૫ કિલોમીટર ડામર રોડનું કામ મંજુર થયેલ છે, જે નાલેજથી રાયસીંગપુરા સુધી પૂર્ણ કરવામાં આવેલ છે તેમજ મોટી આમરોલ થી રતનપુર સુધી પૂર્ણ કરવામાં આવેલ છે, ડામર રોડનું કામ મોટી આમરોલથી હરવાંટ રહી રાયસીંગપુરા સુધી વહીવટી કારણોસર બાકી છે. જે હાલમાં ડામર રોડની કામગીરી ચાલું કરવામાં આવેલ છે. આ ડામર રોડની કામગીરીમાં હરવાંટ ગામે ગ્રામ પંચાયતની બાજુમાં રોડની બાજુમાં આવેલ ખેતર માલિક અબ્દુલગની યુસુફભાઇ પટેલ અને યામીનભાઇ યુસુફભાઇ પટેલના ખેતરના વળતર માટે કામગીરી અટકાવી દીધેલ છે. જેથી કામ કરાવનાર કોન્ટ્રાકટર રોડનું કામ આ ખેતર પુરતું ૨૦૦ મીટર છોડી દેવામાં આવેલ છે. જે જગ્યાએ ડામર રોડનું કામઅટકાવેલ છે. એ જગ્યાએ ચોમાસાની ઋતુમાં આઠ દશ ગામના લોકોને રોજ અવર જવરના ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ મોટા – મોટા ખાડા પડી જાય છે. અને ખુબ મોટા પ્રમાણમાં અકસ્માતનો ભય રહે છે. ત્યારે આ બાબતે ગામલોકો તેમજ અન્ય ગામના લોકો દ્વારા ખેતર માલીકને ઘણી વાર સમજાવ્યા પણ રસ્તો બનાવવાની ના પાડી છે. અને આ બાબતે ગામલોકો દ્વારા આ ૨૦૦ મીટરનો બાકી રહેતો ડામર રોડ બની જાય એ માટે બાંધકામ કચેરી છોટાઉદેપુરને પણ વારંવાર રજુઆત કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી બાંઘકામ કચેરી છોટાઉદેપુર દ્વારા કોઈ ઉકેલ લાવેલ નથી અને આ ર૦૦ મીટરના રોડનું કામ હાલમાં સંપૂર્ણ છોડી મુકવામાં આવેલ છે. તેમજ 5 દિવસમાં આ બાબતનો ઉકેલ નહી આવે તો સંપૂર્ણ કામ રોકી દેવામાં આવશે. હરવાટ ગામે વિવાદમાં પડેલ આ ૨૦૦ મીટરનો બાકી રહેતો ડામર રોડનું કામ વહેલી તકે બને એ માટે યોગ્ય નિર્ણય આવે તેના માટે મોટી સંખ્યામાં ગામ લોકો દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220914-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *