ખાસ કરીને મોટા ભાગના વ્રત સ્ત્રીઓ માટે હોય છે, અને સ્ત્રીઓ પોતાના પરિવાર માટે કરતી હોય છે,પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ પોતાના સંતાનોની રક્ષા માટે વ્રત કરતી હોય છે, તેમાંનો જ એક વ્રત એટલે વટસાવિત્રીનું વ્રત કે સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રતની શરૂઆત વૈશાખ માસમાં અમાસના દિવસથી થાય છે, જે જેઠ મહિનાની પૂર્ણિમા સુધી કરવાનું હોય છે,
આજના વટ સાવિત્રીના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર નગરની મહિલાઓ દ્વારા નગરમાં આવેલ જૂના ફાયર સ્ટેશનમાં વડ પાસે વટ સાવિત્રી ની પૂજા વિધિ કરવામાં આવી હતી, જ્યાં તેઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ પોતાના સંતાનોની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.આ પ્રસંગે નગરની મહિલાઓ મોટી સંખ્યા મા ઉપસ્થિત રહી હતી,
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર