Gujarat

વડોદરા ખાતે વડાપ્રધાન ના  કાર્યક્રમ ને સફળ બનાવવા છોટાઉદેપુર જીલ્લા  વહીવટી તંત્ર કામે લાગ્યુ 

 છોટાઉદેપુર જિલ્લામાંથી જનારા લાભાર્થીઓને વડોદરા સભાસ્થળ સુધી લઈ જવા માટે ના આયોજન કરવા જીલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ ના અધ્યક્ષ સ્થાને માહિતી પુરી પડાઇ
 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  ૧૮ મી જૂનનાં રોજ વડોદરા ખાતે આવનાર હોય આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લામાંથી પણ લાભાર્થીઓ જનાર છે ત્યારે આ લાભાર્થીઓને વડોદરા સભાસ્થળ સુધી લઈ જવા માટે ના આયોજન અંતર્ગત આજરોજ બોડેલીની શેઠ શ્રી ટી સી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિશાળ સભાખંડ ખાતે બોડેલી, સંખેડા અને નસવાડી એમ ૩ તાલુકાના રૂટ સુપરવાઇઝર, આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, તલાટી, ગ્રામ સેવકો, ક્લસ્ટર કોર્ડિનેટર, કંટ્રોલરૂમ કર્મચારી, તાલુકા મોબિલાઇઝેશન કમિટી વગેરેને પી.એમ.પ્રોગ્રામ વડોદરા ખાતે જનારા લાભાર્થીઓ સાથે જુદા જુદા વિભાગની યોજનાના લાભાર્થીઓ સાથે યોજનાકીય માહિતી આપવા તેમજ લાભાર્થીઓને વડોદરા ખાતે લઇ જવા તેમજ લાવવા માટેની એક દિવસની તાલીમ કાર્યક્રમ છોટાઉદેપુર કલેકટર સ્તૃતિ ચારણ ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં જિલ્લાના વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી બોડેલી તેમજ છોટાઉદેપુર, જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી, જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રોગ્રામ ઓફીસર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આર.ટી.ઓ અધિકારી, પોલીસ અધિકારીઓ, તાલુકા સંકલન અધિકારીશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 આજના તાલીમ કાર્યક્રમમાં બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહે લાભાર્થીઓને વડોદરા લઈ જવા માટે તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ બસની સુવિધા સાથે ફૂડ પેકેટ્સ પાણી સાથે આરોગ્ય વિષયક સુવિધાઓ સાથેની વ્યવસ્થા થી વાકેફ કરી લાભાર્થીઓને કોઈપણ જાતની અગવડ ન પડે તેની કાળજી રાખવા એસ.ટી.બસ સાથે જનાર રૂટ સુપરવાઇઝર, ક્લસ્ટર કોર્ડિનેટર, કંટ્રોલરૂમ કર્મચારી તેમજ તાલુકા મોબિલાઇઝેશન કમિટીના સભ્યોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220614-151641_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *