ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા ના.પો.અધિ. એ.વી.કાટકડ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ અધીકારીશ્રી નાઓને સુચના કરેલ જે અન્વયે વી.એમ.કામળીયા પોલીસ ઇન્સપેક્ટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન છોટાઉદેપુર બસ ડેપો પાસેથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની કી.રૂ, ૩૩,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૩૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
