છોટાઉદેપુર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા નસવાડી ગ્રામ પંચાયતને બાબા આંબેડકરની પ્રતિમા બા બેસાડવા માટે 80 હજાર રૂપિયાની ગ્રાન્ટ અને પ્રતિમા આપવામાં આવી હતી પ્રતિમા આવતા નસવાડી જૂથ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સરપંચ નસવાડીના રાયણઘોડા વિસ્તારમાં ભાથીજી મંદિર પાસે ચોકડી વચ્ચે દલિત વિસ્તારમાં બાબા આંબેડકરની પ્રતિમા બેસાડવામાં માટે દોઢ વર્ષ પેહલા ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું પ્રતિમા નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં કપડું ઢાંકીને કમ્પોઉંન્ડમાં મૂકી રાખવામાં આવી છે જયારે 80 હજાર રૂપિયાની ગ્રાન્ટ પ્રતિમા બેસાડવા માટે ફાળવવા છતાંય ગ્રામ પંચાયત દ્વારા પ્રતિમાને બેસાડવાની કોઈ કાર્યવાહી ના કરી અને લાખો રૂપિયા વેરાની વસુલાત કરતી હોવા છતાંય પ્રતિમા બેસાડવા માટે ગ્રામ પંચાયત પાસે સમય નથી પ્રતિમા ધૂળ ખાતી હોવાથી બાબા આંબેડકરના જન્મ દિવસે દલિત સમાજના યુવાનો ગ્રામ પંચાયતના કમ્પોઉંન્ડમાં પોહચીને આ પ્રતિમાની સાફ સફાઈ કરી અને ફુલહાર વિધિ કરી હતી જયારે આજે દલિત સમાજના આગેવાનો ગ્રામ પંચાયત વિરોધ સુત્રચાર કર્યા હતા બાબા આંબેડકર સંવિધાનના ઘડવૈયા છે અને તેઓની પ્રતિમા બેસાડવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા દોઢ વર્ષથી ગ્રામ પંચાયતના કમપોઉન્ડમાં પડી રહેલી પ્રતિમાને લઇને દલિત સમાજમાં ગ્રામ પંચાયતના સત્ત્તાઘીસો વિરોધ રોષ ભભુકી ઉઠ્યો છે ગ્રામ પંચાયત સત્તાઘીસો આગામી દિવસોમાં આ પ્રતિમા નહિ બેસાડે તો જલત આંદોલન કરવાની ચીમકી પણ દલિત સમાજના આગેવાનોએ આપી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


