Gujarat

જસદણમાં પાંચ દિવસ પહેલા બનેલા કમરીબાઈ પુલના ડામર રોડની કાંકરીઓ ઉખડવા લાગી. – આ રોડ પર બીજા જ દિવસે વાહનોની અવરજવર ચાલુ કરી દેવાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી.

રીપોર્ટર:બિપિન રવિયા – જસદણ
: જસદણમાં પાંચ દિવસ પહેલા બનેલા કમરીબાઈ પુલના ડામર રોડની કાંકરીઓ ઉખડવા લાગી.
– આ રોડ પર બીજા જ દિવસે વાહનોની અવરજવર ચાલુ કરી દેવાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી.

જસદણ.

જસદણ નગરપાલિકા દ્વારા સને.2020-21 ના વર્ષની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.-88) અંતર્ગત વોર્ડ નં.3,4 અને 7 માં કમરીબાઈ પુલથી જુના બસસ્ટેન્ડ સુધી અને જુના બસસ્ટેન્ડથી સ્મશાન ગોળાઈ સુધી આસ્ફાલ્ડ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ જસદણ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતના લીધે આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ઘરની ધોરાજી ચલાવી ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવતા જસદણના જાગૃત નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે. કારણ કે કમરીબાઈ પુલના રોડમાં અંદાજે પાંચ દિવસ પહેલા જ કોન્ટ્રાક્ટર દ્વારા ડામર પાથરવામાં આવ્યો હતો. પરંતુ રોડ બન્યાના બીજા જ દિવસે આ રોડને વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવતા હાલ આ રોડ પર ડામરની કાંકરીઓ ઉખડવા લાગી છે. જેના કારણે આખો દિવસ આ રોડ પર ધૂળની ડમરીઓ પણ ઉડી રહી હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં જસદણ નગરપાલિકાના વિકાસની વાતો કરનારા સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી નવા કોન્ટ્રાક્ટરને આ રોડની કામગીરી સોંપવાના બદલે કોન્ટ્રાક્ટરને સાવરવાની કામગીરી કરવામાં આવતા નગરજનો ભારે મુંજવણમાં મુકાઈ ગયા છે. જેથી વિકાસના મોટા બણગા ફૂંકનારા જસદણ નગરપાલિકા તંત્રના વાહકો દ્વારા આ રોડમાં થયેલા રહેલા ભ્રષ્ટાચારને અટકાવી આ કામના જવાબદારો સામે કોન્ટ્રાક્ટ રદ કરવા સહિતની કામગીરી કરવામાં આવે તેવું જસદણના જાગૃત નગરજનો ઈચ્છી રહ્યા છે.

IMG-20220108-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *