Gujarat

જામનગરના સમર્પણ સર્કલ પાસે બાઈક-ટ્રકની ટક્કરમાં મહિલાનું મૃત્યુ થયું

જામનગર
જામનગરના સમર્પણ સર્કલ પાસે સવારે પસાર થતાં એક બાઈકને ટ્રકે ઠોકર મારતા બાઈકમાં પાછળ બેસેલી મહિલા અને તેમના બનેવી રોડ પર પછડાયા હતા. જેમાં મહિલા પરથી ટ્રકનું વ્હીલ ફરી વળતા તેનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ઘવાયેલા બનેવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના દિગ્જામ સર્કલ નજીકના ઓવરબ્રિજથી સમર્પણ હોસ્પિટલ તરફ જવાના રસ્તે સવારે ભવાનસિંહ જાદવસિંહ ચૌહાણ નામના પ્રૌઢ પોતાના પત્નીના મોટા બહેન નીરૂબેન સાથે બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે શ્રીજી ગેરેજ પાસે પહોંચતા પુરઝડપે ધસી આવેલા ટ્રક નં.જીજે-૧૦-ટીવાય ૬૨૯૧એ બાઈકને હડફેટે લેતા બંને ફંગોળાઈ ગયા હતા. જેમાં નીરૂબેન રોડ પર પછડાતા તેમના પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. જેનાથી તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. ઈજા પામેલા ભવાનસિંહે ટ્રક ડ્રાઈવર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટ્રક ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *