જામનગર જિલ્લાની જાહેર જનતાને વાહનના ફીટનેશ માટે સામાજિક અંતર જળવાઇ રહે તેમ જિલ્લાના વિવિધ તાલુકા સ્થળો પર વાહનોના ફીટનેશ ઇન્સપેકશનમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અનુસાર આર.ટી.ઓ. જામનગર દ્વારા તા.૧૮-૦૭-૨૦૨૨ના રોજ કાલાવડ ખાતે જી.ઇ.બી. ઓફીસ સામે, વાવડી રોડ પાસે, તા.૧૯-૭-૨૦૨૨ના રોજ, ધ્રોલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે, તા.૨૦-૭-૨૦૨૨ના રોજ લાલપુર અને જમજોધપુરમાં,
ઉપરના સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફીટનેશ થશે. ફીટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
