જામનગર જિલ્લાની જાહેર જનતાને વાહનના ફીટનેશ માટે સામાજિક અંતર જળવાઇ રહે તેમ જિલ્લાના વિવિધ તાલુકા સ્થળો પર વાહનોના ફીટનેશ ઇન્સપેકશનમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અંતર્ગત આર.ટી.ઓ. કચેરી, જામનગર દ્વારા ધ્રોલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડીઝલના પંપ પાસે તા. 23-08-2022ના રોજ, કાલાવડમાં મુ. GEB ઓફિસની સામે, વાવડી રોડ પાસે તા. 22-08-2022ના રોજ, લાલપુર અને જામજોધપુરમાં તા. 24-08-2022ના રોજ વાહનોનો ફીટનેશ ઇન્સ્પેકશન કેમ્પ યોજાશે.
ઉપરોક્ત સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફીટનેશ થશે. ફીટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે. જે વાહનોનું પી.યુ.સી. સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવેલ હશે તેનું જ ફિટનેસ ઇન્સ્પકેશન કરી આપવામાં આવશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
