Gujarat

જીએફસીસી માં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક   એમ.ડી. દ્વારા ડીઝલ ખરીદીના ટેન્ડરીંગ ની તપાસ કરવા યુવા કોળી સમાજ ની માંગ  

ગિરગઢડા
 ભરત ગંગદેવ
ગુજરાત યુવા કોળી સમાજ ના યુવા પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા દ્વારા મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખી માંગ કરી છે કે માછીમાર ભાઈ ઓ ને ડીઝલ ઉપર રીફંડ સરકારી સંસ્થા જીએફસીસી માછીમાર ભાઈઓ ને ડીઝલ પુરું પાડતી સંસ્થા છે . જે સર્પણ સરકારી છે તેવી જીએફસીસી જે માછીમાર ને કયા ભાવે ડીઝલ વેચવું તેમજ માછીમાર ભાઈઓ માટે કયા થી ડિઝલ ખરીદવું આ બધું નક્કી જીએફસીસી સંસ્થા ની આગેવાની હેઠળ તેમનાં એમ ડી ( મેનેજીંગ ડીરેક્ટર ) કરતાં હોય , પહેલા જે ડીઝલ ઓછા ભાવે મલતું તેનું મેનેજમેન્ટ પણ જીએફસીસી કરતી તે ગુજરાતના તમામ માછીમાર મંડળી વતી ડીઝલ વહેચતી કંપની ઓ સાથે બેઠક કરી ટેન્ડર નક્કી કરતી હોય છે ગયા વર્ષે પણ આ જ રીતે ટેન્ડર માં માછીમાર ભાઈઓ લાખો લીટર ડીઝલ વાપરતા હોય કંપની દ્વારા ઓછા ભાવે જીએફસીસી સાથે કરાર કરેલ હતાં દર વર્ષે આ કરાર થતાં હોય એ કરાર માં હમેશાં માછીમાર નું હીત જોવાની જવાબદારી હમેશાં જીએફસીસી ની હોય છે .જીએફસીસી નું બંધારણ પણ તેના ઉપર ઘડાયેલું છે માછીમાર ને મલતાં ડીઝલ નો સપુંણ ભાવ નું બંધારણ પણ તેણે જ નક્કી કર્યું હોય છે તો આ વર્ષે માછીમાર ભાઈઓ ને મલતું ડીઝલ બજાર ભાવ કરતાં 3.75 વધારે શું કામ અને જે ઓઈલ કંપનીઓ ઓછા ભાવે માછીમાર ભાઈઓ ને ડીઝલ આપતી તે  ક્યાં ખોવાઈ ગયા કોઈ અધિકારી ના ખિસ્સા ગરમ થયા અને જીએફસીસી નું બંધારણ ભુલાય તો ગયું નથી ને આ બધું જાણવા ક્યાં શું ભુલ છે જીએફસીસી માછીમાર નું હીત જોતી સરકારી સંસ્થા શા કારણે માછીમાર નું અહિત કરતાં નિર્ણયો લે છે ?? જીએસીસી સંસ્થામાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક કરાર આધારીત કરવામાં આવી છે . જયારે માછીમારોનું અહીંત આ સંસ્થા દ્રારા થતુ હોય તો તેની તપાસ થવી જોઈએ અને ડીઝલ ખરીદીના નવા ટેન્ડર માં પણ કોઈ નું ભષ્ટાચાર થયો હોય એવી  આશંકા વ્યક્ત રસિક ચાવડા એ કરી છે તો ડીઝલ ખરીદીના ટેન્ડરીંગ ની કમીટી બનાવી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

IMG-20220907-WA0551.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *