વંથલી…..
જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ દિનેશ ખટારીયા દ્વારા વંથલી પંથકમાં અનેક સરકારી જમીનો પર પેશકદમી કરી ગેરકાયદે બાંધકામ કરી જમીનો હડપ કરી લેવાના આક્ષેપ સાથે તાજેતરમાં વંથલીના કોંગ્રેસી આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવી આક્રમક રજુઆત કરી હતી પરંતુ રજુઆત બાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એટક તળે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવતા આ મુદ્દો ફરી ગરમાયો છે
અત્રે ઉલ્લેખનીય છેકે વંથલીના બસ સ્ટેન્ડ નજીક સાર્વજનિક પ્લોટમાં પ્રમુખ પતિ દ્વારા પોતાની મંડળી દ્વારા જિલ્લા પંચાયત ના બોર્ડ માં ઠરાવ પસાર કરી લેવાતા કોંગી સદસ્યો દ્વારા વિરોધ દર્શાવાતા અને વંથલી શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવતા પ્રમુખ પતિ ની મન ની મન માં રહી જવા પામી હતી ત્યારે બીજી બાજુ વંથલી શહેર સુરજ કુંડ માં આવેલ સરકારી જમીન પર જિલ્લા પંચાયત નાં પ્રમુખ પતિ અને જિલ્લા ભાજપ અગ્રણી દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી કોમર્શિયલ બાંધકામ કરી લેવાતા વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ કરાતા રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ એ જોર પકડ્યું છે


