Gujarat

જૂનાગઢના શિક્ષકના ખાતામાંથી ૨ લાખની ઓનલાઈન છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાવી

જૂનાગઢ
જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક ગોલ્ડન હાઇટ્‌સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ધોરાજી તાલુકાના પીપળીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા અમિતભાઈ રસિકભાઈ દલસણીયા ઉ.વ.૪૦ નુ ઝાંઝરડા રોડ પર આવેલી એસબીઆઇ બેંકમાં ખાતુ હોવાથી તેઓએ પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે બે વખત ગયેલ તેમ છતા એન્ટ્રી પડી ન હતી. અમિતભાઈ શિક્ષકની નોકરી કરતા હોવાના લીધે વારંવાર બેંકે જવાનો સમય ન હોવાથી અને બેંકમાં એન્ટ્રી ન પડતી હોવાની ફરિયાદ કરવા માટે ગત તા.૨૧-૧૨-૨૧ ના રોજ ગુગલ ઉપરથી બેંકના કંમ્પલેઇન કરવાના ઓનલાઇન નંબર મેળવ્યા હતા. બાદમાં તેમાં ફોન કરતા સામેથી હિન્દીભાષી શખ્સે પોતે એસબીઆઇ બેંકનો કમ્પલેન હેડ ‘રાહુલ ગુપ્તા વાત કરું છું’ તેમ કહેલ જેથી બેંકની સર્વિસ અંગે ફરિયાદ કરેલ હતી. બાદમાં આ શખ્સએ એક ડેસ્ક એપ ડાઉનલોડ કરાવી હતી. બાદમાં અમિતભાઈ પાસેથી મેસેજ મેળવી લીધા હતા. ત્યારબાદ આ શખ્સે અમિતભાઈ ના ખાતામાંથી એક દિવસની અંદર કટકે કટકે કુલ રૂ.૧.૯૯ લાખ ઉપાડી લીધા હતા. બાદમાં અમિતભાઈને શંકા થતા તેઓએ બેંકમાં તપાસ કરતા તેમના ખાતામાંથી ૧.૯૯ રકમ ઉપડી ગયાનું જાણવા મળેલ હતુ. જેથી આ અંગે તેઓએ પોલીસને અરજી કરી હતી. જેના આધારે રેન્જ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડી અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.જૂનાગઢમાં રહેતા એક શિક્ષક ઓનલાઈન ફરિયાદ કરવા જતા સામેવાળા શખ્સે એપ ડાઉનલોડ કરાવી તેમના ખાતામાંથી કટકે કટકે એક દિવસમાં ૨ લાખ રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી. જેની જાણ થતા શિક્ષકે ફરિયાદ કરતા સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *