સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢમાં આડેધડ ચાલતા રસ્તા અને ગટરના કામોને કારણે જૂનાગઢની જનતામાં ભારે રોસ.
જૂનાગઢ શહેરના મુખ્ય એવા સરદારબાગ થી બસસ્ટેન્ડ તરફ જતા રસ્તામાં ભૂગર્ભ ગટરના કામને કારણે રસ્તો એક તરફ બંધ કરવામાં આવ્યો હોવાથી ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ હતી.
ખાસ કરીને આગ જેવી કોઈ દુર્ઘટના બને તો આ ટ્રાફીકને કારણે મોટી જાનહાનિ પણ થવાની સંભાવના રહેલ છે તો બીજી તરફ એબ્યુલન્સ અને 108 જેવા વાહનો પણ આ ટ્રાફીકમાં ફસાય શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ રસ્તાથી નજીકમાંજ ઘણી નાનીમોટી હોસ્પિટલો અને એસ. ટી બસસ્ટેન્ડ પણ આવેલ છે. જેથી ખુબજ મોટી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય હતી.
જૂનાગઢના સ્થાનિક લોકોએ તેમજ મુસાફરો દ્વારા ભારે નારાજગી સાથે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરીને જ અને ખાસ કરીને મોડી રાત્રે જ આ પ્રકારના કામો કરવા જોઈએ જેથી લોકોને હાલાકી ભોગવવી ન પડે.
જો કે ટ્રાફિક પોલીસની જવાબદારી સાથે કરવામાં આવેલ કામગીરીથી ટ્રાફીકમાં આંશિક રાહત મળી તો હતી પરંતુ બસસ્ટેન્ડ થી તાલુકા સેવાસદન સુધી એસ. ટી બસો, પ્રાયવેટ બસો, મોટરકાર, રિક્ષાઓ, અને ટુ વ્હીલ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યાને લઇને તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કરવા જૂનાગઢની જનતા દ્વારા માંગ ઉઠવા પામી છે.


