સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢમાં સંગીત અને ગાયન પ્રેમીઓ તેમજ શ્રોતાઓ માટે હાટકેશ્વર મંદિરનાં પટાંગણમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર તથા સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજીત તેમજ હાટકેશ ભાતૃમંડળનાં સહયોગથી શાસ્ત્રીય સંગીત સભા “વિરાસત” કાર્યક્રમનું આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.
ગુજરાત રાજ્યના સાધનારત શાસ્ત્રીય ગાયક અને વાદકો શ્રી વિપુલભાઈ ત્રિવેદી, સુ શ્રી અમિષા માંકડ, વ્રજ જોષી, ઋષિકેશ પંડ્યા, ગૌરવ ભટ્ટી, અર્પિત માકડિયા, મિલન ડોડીયા દ્વારા ગાયન, સારંગી વાદન, બાસુરી વાદન, તબલા વાદન, અને સોલોની પ્રસ્તુતિ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમનું ઉદઘોષન જૂનાગઢના ગાયક કલાકાર રાજુભાઈ ભટ્ટ તથા શ્લેષા વૈષ્નવ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ચેતનભાઈ ત્રિવેદી, વનરાજસિંહ રાયજાદા, કવિશ્રી ઉર્વીશ વસાવડા, અગ્રણી ધારાશાસ્ત્રી શ્રી કિરીટભાઈ સંઘવી, અને પૂર્વમેયર આદ્યશકિતબહેન મજમુદાર ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને કલાકારોનું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરનાં સભ્ય સચિવશ્રી પી.જી પટેલ તથા સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢનાં સંચાલક વિપુલભાઈ ત્રિવેદી અને હાટકેશ ભાતૃમંડળ જૂનાગઢનાં અમિતભાઈ બૂચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


