સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢની ધી જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. જૂનાગઢનાં ઉપક્રમે કસ્ટમર મીટ-2022 તથા આઝાદીનાં 75 વર્ષને ઉજાગર કરવા “આઝાદ અમૃત મહોત્સવ”નો “જાગો હિન્દુસ્તાની” સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ધી જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક દવારા સને 2022 ની કસ્ટમર મીટ તથા રાષ્ટ્રભક્તિની આહેલકને ઉજાગર કરવા આઝાદીનાં 75 વર્ષનાં શુભ અવસરે દેશમાં એકતા, અખંડીતતા અને અસ્મીતાને સુરીલા સુર દવારા સ્વરનિનાદ ગ્રુપ દવારા જાગો હિન્દુસ્તાનીનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા.15-05-2022નાં રોજ એગ્રી કલ્ચર્સ ઓડીટોરીયમ હોલ, મોતીબાગ જૂનાગઢ મૂકામે યોજવામાં આવ્યું હતું.
બેંકની કસ્ટમર મીટ તથા આઝાદ અમૃત મહોત્સવનાં અવસરે બેંકનાં પૂર્વ ચેરમેન તેમજ ખેતી બેંક ગુજરાત રાજ્યનાં ચેરમેન તેમજ ગુજરાત તથા રાષ્ટ્રીય કક્ષાએ સહકાર ક્ષેત્રે આગવું પ્રદાન આપનાર શ્રી ડોલરભાઇ કોટેચાએ બેંકની ઉત્તરોત્તર પ્રગતિ, નાની અને નબળી બેંકોનાં એકત્રીકરણ તેમજ વૈશ્વિક આધુનિક બેન્કીંગ સુવિધા સાથે રાજ્યમાં 15 શાખાઓ સાથે સહકારી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધારણ કરેલ તેનો ચિત્તાર રજુ કરેલ હતો.
આ કાર્યક્રમમાં હાજર રહેલા ડેપ્યુટી મેયર શ્રી ગિરિશભાઇ કોટેચાએ આપણી પોતીકી બેંકની સને 1971ની સ્થાપનાથી આજપર્યત પ્રગતિની સાથોસાથ નાના કારીગરો, વેપારીઓનાં વિકાસમાં જે સહયોગ આપી જૂનાગઢ શહેરમાં મહત્વનું પ્રદાન કરેલ હોવાનું જણાવ્યું હતું તેમજ જૂનાગઢનાં પ્રતિષ્ઠિત અને સેવાભાવી ડૉ.ચીખલીયા સાહેબએ જણાવેલ કે શ્રી ડોલરભાઇ કોટેચાએ ગુજરાતભરમાં શાખાઓનાં વિસ્તરણની સાથો સાથ છેવાડાનાં માનવી સાથે ઘરોબો કેળવી આર્થિક સધ્ધરતામાં ઉત્તમ યોગદાન આપી રહ્યા છે.
કાર્યક્રમનાં અંતમાં બેંકનાં સીઇઓ શ્રી રાજેશભાઇ મારડીયાએ જણાવેલ કે બેંકની થાપણો, ધિરાણો, સરપ્લસ ફંડ તથા રીર્ઝવ બેંકનાં નોર્મ્સ પ્રમાણે દરેક સિધ્ધીઓની છણાવટ કરેલ હતી.
આ તકે હાજર રહેલા બોર્ડનાં સદસ્યશ્રીઓ ચેરમેનશ્રી આશિષભાઇ માંકડ તથા શાખા સલાહકાર સમિતિનાં સભ્યશ્રીઓ, સભાસદો, થાપણદારો, ગ્રાહકો તથા શહેર શ્રેષ્ઠીઓનો અને ઉપસ્થિત તમામનો સહર્ષ આભાર વ્યકત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો.


