Gujarat

જૂનાગઢ આઈટીઆઈમાં પ્રવેશ સત્ર ૨૦૨૨ ના પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા અંગે

જૂનાગઢ આઈટીઆઈ ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૨ ના પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માંગતા ઈચ્છુકોએ  તારીખ ૧૫/૯/૨૦૨૨   સુધીમાં સંસ્થા ખાતે રૂબરૂમાં સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

રોજગાર અને તાલીમ ખાતા ગાંધીનગરના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઐાદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ ખાતે પ્રવેશપત્ર ૨૦૨૨માં  મૂળ (રાજ્ય કક્ષા) GCVT/Non.Affi. બેઠકો પર ડ્રાફ્ટમેન સિવિલ, પ્લમ્બર, આર્મચર મોટર રીવાઈન્ડીંગ/કોઈલ વાઈન્ડર, અને વેલ્ડર કમ ફેબ્રિકેટર ટ્રેડમાં ખાલી રહેતી બેઠકો માટે ત્વરિત એડમિશન પ્રક્રિયાના ધોરણે પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ એસસી, એસટી મહિલા અને દિવ્યાંગ ઉમેદવારો ફક્ત સીએમડી ફી  ૨૫૦ અને તે સિવાયના ઉમેદવારો માટે સીએમડી અને  ટ્યુશન ફી રૂપિયા ૮૫૦  લઈ બધા શૈક્ષણિક ડોક્યુમેન્ટસ અને પ્રમાણપત્રો સાથે તારીખ ૧૫/૯/૨૦૨૨ સુધીમાં સવારના ૯-૩૦  થી સાંજના  ૪-૩૦ કલાક સુધી આઈટીઆઈ જૂનાગઢ ખાતે રૂબરૂમાં સંપર્ક કરવા એક અખબારી યાદીમાં  જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *