Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી અધિકારીઓ માટે દ્વિમાસિક તાલીમ કાર્યશાળા યોજાઇ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાની પ્રેરણા  હેઠળ

બે દિવસિય દ્વિમાસિક  તાલીમ કાર્યશાળા યોજાઈ હતી. આ તાલીમ કાર્યશાળામાં સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાના ૩૫ અધિકારીઓ જેવા કે, જિલ્લા ખેતીવાડી અધિકારીઓ, નાયબ ખેતી નિયામક, મદદનીશ ખેતી નિયામક, ખેતીવાડી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તાલીમનો મુખ્ય ઉદેશ કૃષિ યુનિવર્સિટી દ્વારા થતા સંશોધનો તથા ભલામણો ખેતીવાડી ખાતાના અધિકારીઓને આપવા માટેનો હતો. આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એમ. ગાજીપરાએ જણાવ્યું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીની સમસ્યાઓન અને હાલની સ્થિતિથી માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામક(વિ) શ્રી એસ.કે. જોષીએ જણાવ્યું કે, જ્યા વધુ વરસાદ પડયો ત્યાં પાકને થોડા ઘણા અંશે પાકની જવાની શક્યતા અથવા મગફળીમાં સુકારો તથા થ્રીપ્સ જીવાત આવવાની શક્યતા રહેશે. દરેક જિલ્લાના ખેતીવાડી અધિકારીઓએ પણ તેમના કાર્યક્ષેત્રમાં આવતા જિલ્લાઓની વિગતવાર માહિતી આપી હતી. હાલ એકંદરે પાક પરિસ્થિતિ સારી છે. આ તાલીમ કાર્યશાળામાં કિટકશાસ્ત્ર વિભાગમાંથી ડો.એમ.એફ.આચાર્ય, રોગ શાસ્ત્ર વિભાગમાંથી ડો.કે.કે.કણજારીયા, કપાસ વિભાગમાંથી ડી.કે.ડાવરા., તેલીબિયાં વિભાગમાંથી ડો.જી.કે.સાપરાએ હાલની પરીસ્થિતિ મુજબ જુદા જુદા પાકો અંગે નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડો.વાય.એચ.ઘેલાણીએ  કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *