જુલાઈ- જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે પોસ્ટ ડિઝાસ્ટરની સર્વે સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેકટરશ્રી રચિત રાજે સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
કલેક્ટરશ્રીએ જૂનાગઢમાં પૂરનો ખતરો ટળી ગયો હોઈ રસ્તાઓના પેચ વર્ક, સફાઈ, દવા છંટકવા કરવા, દવાઓનું સરકારી દવાખાનામાં પૂરતું વિતરણ કરવાની, રોગચાળાને કાબુમાં લેવા તેમજ સાયકલોન સેન્ટરને સક્રિય રહેવાની કલેક્ટરશ્રીએ સુચના આપી હતી. ભયજનક મકાન, ઝાડ કે હોર્ડિંગ પણ ઉતારી નાખવાની સૂચના પણ આપી હતી.
પૂરમાં આપતી વ્યવસ્થાની ઉત્તમ કામગીરી કરવા અધિકારીઓને કલેક્ટરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

