રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી , જૂનાગઢ દ્રારા સંચાલિત જૂનાગઢ જિલ્લા કક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ નું આયોજન કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ, ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે તા.૧૦ સપ્ટેમ્બર જૂનાગઢ શહેર અને તા.૧૧ સપ્ટેમ્બરજૂનાગઢ ગ્રામ્ય માટે આયોજન કરવામાં આવેલ હતું.
આ સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા કલાકારો ને અનુક્રમે ૧૦૦૦,૭૫૦,૫૦૦ રોકડ પુરસ્કાર તથા પ્રથમ વિજેતા કલાકારના સહાયકો ને રૂ.૫૦૦ તેમના સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ અંગે જરૂરી બેંક પાસબુક, આધારકાર્ડ સાથે નિયત ફોર્મ તા. ૦૩/૧૦/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી , બ્લોક નં.૧/૧ , બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ફોન નં.- ૦૨૮૫ ૨૬૩૦૪૯૦ ખાતે મોકલી આપવાના રહેશે. કલા મહાકુંભ રોકડપુરસ્કાર ફોર્મ ફેસબુક આઈ.ડી Dso junagadhcity પર થી અથવા રૂબરૂ મેળવી શકાશે. નિયત સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. એમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
