Gujarat

જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસેથી હર્બલ નશીલા પદાર્થનું ધમધમતું બાર ઝડપાયું

સાગર નિર્મળ
જૂનાગઢ
એસ.ઓ.જી પોલીસે રેડ દરમિયાન  ૫૦,હજારથી વધુનો મુદ્દામાલ અને દુકાન માલિક,મેનેજર,પ્યાસીઓ સહિત દસ ને  જપ્ત કર્યા,
આસપાસના ગ્રામ્ય પંથકમાં થી પણ નસેડીઓ પહોંચી જતા હતા નશો કરવા
જૂનાગઢ પંથકમાં હાલ નશીલા હર્બલ  પદાર્થનું નેટવર્ક ફૂલ્યું ફાલ્યું છે, જેની સામે પોલીસે આવા ગેરકાયદેસરના વેપલા સામે કાર્યવાહી કરવાનું શરૂ કરતા આ વેપલા સાથે સંકળાયેલામાં ફફડાટ ફેલાયો છે  શહે૨ના સીમાડે ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ કૈલાસ હર્બલ નામની દુકાનમાં આધાર પુરાવા વગરની આયુર્વેદીક દવાના નામે નશો કરાવતા બાર સંચાલકો અંગે પોલીસને બાતમી મળતા જૂનાગઢ એસ.ઓ.જી. ટીમ આ બાર ઉપર ત્રાટકી ૫૦ હજારથી વધુનો મુદ્દામાલ તેમજ બે  બાર સંચાલકો અને આઠ પ્યાસીઓ સહિત કુલ દસ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી
જૂનાગઢ રેન્જનાં ડી.આઇ.જી ની સુચના તેમજ પોલીસ અધિક્ષક નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તીઓ શોધી કાઢવા એસ.ઓ.જી જૂનાગઢના પી.આઈ. એ.એમ.ગોહિલ તથા સ્ટાફ તથા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય
એસ.ઓ.જી ના સ્ટાફને ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે, “જૂનાગઢ, ઝાંઝરડા ચોકડી પાસે આવેલ દ્વારીકા પ્લાઝા-૨માં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ કૈલાસ હર્બલ નામની દુકાનમાં ગે.કા. આધાર પુરાવા વગરની આયુર્વેદીક દવાના નામે નશો કરવા બાર જેવી સુવિધાઓ ઉભી કરી, આયુર્વેદિક બોટલો, સ્ટ્રોંગ સોડા, જરૂરી ખાદ્ય સામગ્રી સહિતની સુવિધાઓ પૂરી પાડી નશાનો કારોબાર ચલાવે છે.” જેથી તુરત જ આ જગ્યાએ રેઇડ કરતા ગેરકાયદેસર આધાર પુરાવા વગરની આયુર્વેદીક દવાની કુલ -૩૪૦ બોટલ કિ.રૂ.૫૦,૩૧૯ નો મુદામાલ ઝડપી લીધો હતો
દુકાનના માલીક વિજયભાઇ હરકિશનભાઇ ગહેનાણી, ઉ.વ.૩૪ ધંધો વેપાર રહે.સેજની ટાંકી પાસે, ગુરૂકૃપા એપાર્ટમેન્ટ, બ્લોક નં.૨૦૨ તથા મેનેજર
બ્રિજેશભાઇ ખુશાલભાઇ રૂપારેલીયા, ઉ.વ.૪૨ ધંધો. કૈલાસ હર્બલમાં પ્રા.નોકરી રહે.જૂનાગઢ, જલારામ સોસાયટી, રીધી ટાવર, બ્લોક નં. ૩૦૯ વાળા સહિત અહીં નસો કરનારા (૧) જગદિશ મેરૂ ચાંડેરા, રહે. મેંદરડા, સામાકાંઠે, જી. જૂનાગઢ (૨) જયદિપ નેભા સુવા, ઉ.વ.૩૫ રહે. મધુરમ, જૂનાગઢ (૩) દિવ્યેશ ચુનીભાઇ ધોરાજીયા, રહે. ઝાંઝરડા ચોકડી,જૂનાગઢ (૪) મેહુલ નવનીત ત્રીવેદી,ગીરીરાજ સોસાયટી, જૂનાગઢ (૫) ગુણવંત સોમા પરમાર, ઉ.વ.૪૦ રહે. ઝાંઝરડા ગામ, જૂનાગઢ (૬) મીતલ પ્રભુદાસ માણાવદરીયા,જૂનાગઢ, જનકપુરી સોસાયટી,(૭) ભાવીક કાંતીલાલ જાદવ, રહે. જૂનાગઢ, મધુરમ, શ્રીનગર સોસાયટી,(૮) અજીત હરી ચુડાસમા, રહે. ઉપલેટા, બસ સ્ટેશન પાછળ, વાળાઓને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા પોલીસની ઓચિંતી અને કડક કાર્યવાહી ને લઈને આ હર્બલ દવા નામે નશાકારક પદાર્થો વેપલો કરનારાઓ અને નસેડીઓ માં ઉપરાંત ફેલાઈ જવા પામ્યો છે.

IMG-20220622-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *