તાલુકાના જુની સંકળી ગામે રૂપીયાની ઉઘરાણી પ્રશ્ને માતા-પુત્ર ઉપર પાઇપથી હુમલો થયો હતો.
મળતી વિગતો અનુસાર તાલુકાના જુની સાંકળી ગામે રહેતા વૈરાગભાઇ વાલાણીને તેના કુટુંબી મનુભાઇ વાલાણીએ તારા પિતાને રૂા. પ૦ હજાર આપેલ છે. તે પરત આપ તેમ ઉઘરાણી કરતા હોય વૈરાગભાઇએ જણાવેલ કે મારા પિતા અવસાન પામ્યા તે પહેલા કયારેય પણ કહેલ ન હોય આ બાબતનો ખાર રાખી વૈરાગભાઇ તેની માતા કાંતાબેનને લઇને પોતાના બાઇક પર નિકળતા મનુ વાલાણીએ તેને રોકી લોખંડના પાઇપ વડે હુમલો કરતા માથામાં લાગી જતા લોહીલુહાણ હાલતમાં હોય દરમ્યાન મનુ વાલાણીની પત્ની તથા પુત્રી સરોજબેન, ખુશ્બુબેન બન્ને લોખંડનો પાઇપ લઇ આવી કાંતાબેનને લોખંડના પાઇપ વડે હુમલો કરેલ જેથી માતા-પુત્ર બંનેને સારવાર અર્થે સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરતા તાલુકા પોલીસે વૈરાગભાઇની ફરીયાદ પરથી ત્રણેય શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૩૨૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
