Gujarat

જેતપુરના દાતાર નગર વિસ્તાર ના લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા

જેતપુર શહેરનો છેવાડાનો વિસ્તાર ટેન્કરની લાઈનમાં
લોકો જોવા મળ્યા પાણી માટે રઝળપાટ કરતા, પાણીની તંગી વચ્ચે દૈનિક જીવન ખોરવાયું
ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ, મહિલાઓમાં રોષ
ગુજરાત સરકારના નળ સે જળના દાવાઓની પોલ ઉઘાડતી આ ઘટના છે જેતપુરનાં દાતારનગર તેમજ વીરા શકિત વિસ્તારના લોકો હાલ પણ પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે
રાજ્ય સરકાર ગુજરાતમાં પાણીના મામલે ઘરે ઘરે નળ મારફતે પાણી મળતું હોવાની વાત કરે છે અને ટેંકર લેસ ગુજરાત બન્યું હોવાં દવા કરે છે પરંતુ રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં આ વાત પોકળ સાબિત થાવ પામી છે એટલા માટે જેતપુરમાં આવેલ દાતાર નગરમાં પાણીની પાઇપ લાઇન હોવા છતાં પાણી વિહોણા રહેશે તેમજ વીરા શકિતમાં લોકોને દરરરોજ 10 થી વધુ ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે લોકોની માંગ છે કે હવે ટેન્કર ના બદલે લાઈન મારફતે લોકોને પાણી આપવામાં આવે તે જરૂરી છે.
જેતપુરનાં દાતાર નગરના લોકો ને નગરપાલિકાની પીવાના પાણીની લાઈન હોવા છતાં છેલ્લા 5 વર્ષથી પીવાનું પાણી ફોર્સ નાં કારણે નથી મળી જેથી સ્થાનિકોએ વાપરવાના પાણી માટે નાં છૂટકે ટેન્કર મારફતે પાણી મંગાવુ પડી રહ્યું છે તેમજ પીવાના પાણી માટે દૂર સુધી મહિલાઓને બેડાં લઈને પાણી ભરવા જવું પડી રહ્યું છે,જ્યારે બીજા વિસ્તારની વાત કરીએ તો જેતપુરનાં વીરા શકિત સ્લમ વિસ્તાર રેલવે લાઇન ને અડીને આવેલ હોઈ આ વિસ્તારમાં રેલવે વિભાગ નગરપાલિકાની પીવાના પાણીની પાઇપ લાઇન નાખવાના દેતી હોય જેથી જેતપુર નગરપાલિકા દ્વારા પાંચ – છ દિવસે  ટેન્કર દ્વારા પાણી પહોંચાડવા નો પ્રયાસ કરાય છે,પરંતુ લોકોને ટેંકરનું પાણી પુરુ પડતું ન હોવાના કારણે ટેન્કર ની રાહ જોવી પડી રહી છે વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર અકળાઈ રહ્યા છે,
મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાની સાથે જ પરિવહન પણ મોંઘું થયું છે. ખાનગી પાણીના ટેન્કરો ગત વર્ષ સુધીમાં અઢીસોથી ત્રણસો રૂપિયા મળી જતા હતા. હાલમાં પાંચ હજાર લીટર પાણીનું ટેન્કર ૪૦૦થી માંડીને એક હજાર રૂપિયામાં મળી રહ્યું છે. વિસ્તારનું અંતર અને સમયને ધ્યાને લઇને જુદાજુદા ભાવો લેવાઇ રહ્યા છે.
જેતપુર પાસે આવેલ ભાદર-1 ડેમમાં હાલ 26.60 ફૂટ જેટલો પાણી ભરેલ હોઈ તેમજ ઉનાળુ પાક માટે 2000 હેકટર જમીન માટે સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવી રહ્યું હોય તેમજ આ ડેમમાંથી અનેક વિસ્તારો અને પીવાના પાણી માટે સ્ત્રોત આપેલ હોય તેમ છતાં જેતપુર નવાગઢ નગરપાલિકાનાં તંત્રના અવળચંડાઈ ના કારણે પછાત વિસ્તાર પાણી માટે વલખા મારી રહ્યો છે.આ વિસ્તાર નગરપાલિકામાં આવી ગયો, નગરપાલિકા વિવિધ ટેક્સ લોકો ભરતા થઇ ગયા, પરંતુ પીવાના પાણી માટે હાલમાં પણ લોકો પાણીના ટેન્કર પર નભી રહ્યા છે. નગરપાલિકા પીવાના પાણીની લાઇનો પણ છે પરતું ફોર્સ નાં કારણે પાણી ધીમું આવતું હોઈ પાણી પૂરું થતું નથી અનેક રજૂઆતો કરી છતાં હજુ સુધી પાણીનો પ્રશ્ન હલ નથી થયો આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
જેતપુરના છેવાડાનો દાતાર વિસ્તારની સ્થાનિક મહિલાએ જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી પાણીની પારાયણ છે નગરપાલિકાના સત્તાધીશોને અનેક રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં ઠાગઠૈયા કરી રહ્યા છે.દરરોજની રોજી રોટી મેળવવા માટે મહેનત કરીએ પણ એ તમામ કમાણી પાણીનાં ટેન્કર મગાવવામાં જતાં રહે છે.ઘરના સભ્યો વધુ હોવાથી ટેન્કર મારફતે પાણી મગવામાં આવે છે તે પણ પૂરું નથી થતું.
જેતપુરના પછાત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનાં આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ મહિલાઓના આક્ષેપો તેમજ અનેક રજૂઆતના
 પગલે નગરપાલિકાનાં વોટર વર્કર સમિતિનાં મહેશ ડોબરીયા નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે આ વિસ્તાર જે ઊંચાઈ ઉપર આવેલ હોઈ જેથી આ.સમસ્યા સર્જાઈ રહી છે.તેમજ સરકારશ્રીની જે યોજના નલ પે જલ યોજના અંતર્ગત આ વિસ્તારને તાત્કાલિક અસરથી આવરી લેવામાં આવશે તેમજ આ સમસ્યાનું વ્હેલી તકે.નિવારણ કરવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી.હતી.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *