Gujarat

જેતપુરના લુણાગરી ગામે પાક નિષ્ફ્ળ જતા વૃદ્ધ ખેડૂતે ઝેરી દવા ગટગટાવી

ખેડૂત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ
પ્રાથમિક તપાસમાં કપાસ, ઘઉં અને શાકભાજીનો પાક નિષ્ફળ જતા અંતિમ પગલું ભર્યાનું સામે આવ્યું
જેતપુરના લુણાગરી ગામે રહેતા વૃદ્ધ ખેડૂતે પાક નિષ્ફળ જતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો વૃદ્ધને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આપઘાતનો પ્રયાસ:જેતપુરના લુણાગરી ગામે પાક નિષ્ફ્ળ જતા વૃદ્ધ ખેડૂતે ઝેરી દવા ગટગટાવી,રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ
જેતપુરના લુણાગરી ગામે રહેતા વૃદ્ધ ખેડૂતે પાક નિષ્ફળ જતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો વૃદ્ધને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાના લુણાગરી ગામે રહેતા પ્રવીણભાઈ હમીરભાઈ ગઢવી નામના 70 વર્ષના વૃદ્ધ પોતાની વાડીએ હતા ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી વૃદ્ધને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસને જાણ થતા જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
શાકભાજીનો પાક પણ નિષ્ફળ ગયો
પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી લેનાર પ્રવીણભાઈ ગઢવી ખેતીકામ કરેય છે અને પ્રવીણભાઈ ગઢવીએ પોતાની વાડીમાં વાવેલ કપાસ અને ઘઉંનો પાક નિષ્ફળ ગયા બાદ શાકભાજીનો પાક પણ નિષ્ફળ જતા વૃદ્ધ ખેડૂત પ્રવીણભાઈ ગઢવીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *