Gujarat

જેતપુરમાં કણકિયા પ્લોટ વિસ્તારમાં અઠવાડિયા અગાઉ બનેલા રોડ માં ગાબડાં

 

નગરપાલિકાનાં શાસકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ

જેતપુર શહેરનાં કણકિયા પ્લોટ વિસ્તારમાં અઠવાડિયા અગાઉ નવો રોડ બનાવ્યો,આ રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યા હોય એ રીતે રોડ માં ખાડા પડી ગયા છે.હલકી ગુણવત્તા વાળો રોડ બનાવ્યો હોઈ જેથી અહીંના સ્થાનિક વેપારીઓમાં નગરપાલિકામાં સામે રોષ ફેલાયો છે.

જેતપુર શહેરનો મુખ્ય અને ધમધમતો કણકિયા પ્લોટ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી રોડમાં મસમોટા ખાડાઓ તેમજ ધૂળની ડમરીઓ થી વેપારીઓ ત્રસ્ત હતા અને વેપારીઓએ અનેક વખત નગરપાલિકામાં આવેદન પત્ર પાઠવ્યું ઉગ્ર રજૂઆતો કરી આખરે એક દોઢેક વર્ષ બાદ નગરપાલિકા દ્વારા જુના રોડ ઉપર ડામર રોડનું સરફેશિંગ કરતા વેપારીઓ વિરોધ કરી કામ બંધ કરાવી દીધું હતું અને જૂનો રોડ ખોદીને નવો રોડ બનાવવાની માંગ કરી હતી વેપારીઓએ કરેલ માંગ જાણે નગરપાલિકા ના સત્તાધીશોનાં આંખના કણામાં હોઈ જેથી આ રોડનું કામ ઘણા સમય પડતર રાખવામાં આવ્યું હતું.

અંતે કણકીયા પ્લોટ વિસ્તારના વેપારીઓની ઉગ્ર માંગ ને લઈને જૂનો રોડ ખોદી નવો સિમેન્ટ બનાવવાની કામગીરી શરૂ કરી હતી આ રોડ બનાવતા સમયે લગભગ એક મહિના સુધી વેપારીઓના કામ ધંધા ઠપ રહ્યા હતા. સારા રોડની આશાએ વેપારીએ સહયોગ આપ્યો હતો અંતે સિમેન્ટ રોડ નવો નકોર બની ગયો અને કાર્યરત થયો. આ સાથે જ અઠવાડિયા અગાઉ બનેલ નવાનકોર રોડમા ભ્રષ્ટાચાર બહાર આવ્યો. નવા રોડ માં ની જગ્યાએ ધૂળ વાપરી હોઈ તેમ ઠેર ઠેર ખાડા પડી ગયા. રોડ ઉપર પાટુ મારો તો ખાડા પડી જાય તેવી હલકી ગુણવત્તાનો રોડ બનતા અહીંના સ્થાનિક વેપારીઓમાં નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ ફેલાયો હતો

હરેશ ભાલીયા જેતપુર

IMG-20220623-WA0160.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *