ગોપાવાડી મેઇન રોડ ઉપર અડીંગો જમાવી મોબાઇલ ફોનમાં જુગાર રમાતો હોવાની ઉઠેલ લોક ફરીયાદ
જેતપુરના જુનાગઢ રોડ પર શિવકૃપા સોસાયટીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા સાત મહીલા સહીત નવ આરોપીઓને રૂ.૬૮૦૦ રોકડ સાથે પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વિગતો મુજબ જેતપુર શહેરમાં પોલીસ સાંજના સમયે પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમીના આધારે જુનાગઢ રોડ રેલ્વે ફાટક પાસે આવેલ શીવકૃપા નગર સોસાયટીમાંથી જાહેરમાં જુગાર રમાતો હોય રેડ કરી જુગાર રમતા વિજય અરૂણભાઇ મકવાણા, ધરમશી ગાંડુભાઇ પીયાવી, દક્ષાબેન હરેશભાઇ કારેલા, ગીતાબેન વિક્રમભાઇ ગોહીલ, રંજનબેન વિનુભાઇ અભાણી, પાયલબેન પરેશભાઇ અભાણી, હેતલબેન અરવિંદભાઇ ચૌહાણ,શ્રૃતીબેન વિશાલભાઇ ટાંક (રહે. તમામ શિવકૃપા સોસા.) સોનલબેન સુનીલભાઇ પરમાર (રહે. ગણેશનગર) તમામને રોકડા રૂ). ૬૮૬૦ સાથે શહેર પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
તેમજ શહેરમાં ર૪ કલાક જાહેરમાં જુગાર રમાતો વિસ્તાર ગોપાવાડી મેઇન રોડ ઉપર ચલણી નોટોથી રમતા જુગારીઓએ નવો કિમીયો અપનાવ્યો છે. રૂપીયાથી રમતા હોય તો પોલીસ પકડી શકે માટે મોબાઇલમાં આવતી લુડો ગેઇમ ઉપર જુગાર રમતા હોય છે અને જાહેર રોડ ઉપર વાહનો આડેધડ રાખીને બેઠા હોય છે. અહીથી મહિલાઓને પસાર થવુ મુશ્કેલ પડે છે. હાલ હીંડોળાના દર્શને હવેલીએ જવુ હોય તો પણ રસ્તો બદલી જવુ પડે છે. તંત્ર કાર્યવાહી કરી યોગ્ય કરાશે તેવી વિસ્તારની મહિલાઓમાં માંગ ઉઠી છે.
