Gujarat

જેતપુરમાં દારૂના દરોડામાં  શંકાસ્પદ કેમિકલનો જથ્થો મળી આવ્યો.

પ્રવાહી કેમિકલ દેશી દારૂ બનાવવમાં ઉપયોગ કરવામાં આવતું હોય તેવું પોલીસનું અનુમાન
કેમિકલ અને અન્ય પ્રવાહી એફએસએલમાં તપાસ અર્થે મોકલાયુ લઠ્ઠાકાંડ જેવી હોનારત સર્જશે તેવી ભીતિ વ્યાપી
જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં  દારૂની રેડ દરમિયાન દુકાનમાંથી મોટી માત્રામાં દેશી દારૂ સાથે શંકાસ્પદ પ્રવાહી કેમિકલ ભરેલા ૧૫ બેરલ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.પોલીસે  મુદ્દામાલ જપ્ત કરી કેમિકલ રિપોર્ટ અર્થે એફએસએલમાં મોકલી આરોપી શખ્શ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલ જલારામ નગર -૩ પાસે આવેલ આંબલીયા નગર વિસ્તારમાં દેશી દારૂ દેશીનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી જેતપુર પોલીસને મળતા પોલીસની ટીમે  બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો પોલીસના છાપા દરમ્યાન ભાડે દુકાન રાખી દેશી દારૂનો ધંધો કરતો વિજય કાંતિભાઈ વેગડા રહે વણકર વાસ ગોંડલ દરવાજા વાળો અંધારા નો લાભ લઇ પોલીસને જોઈ ભાગી છૂટ્યો હતો પોલીસે સ્થળ પરથી દેશી દારૂ લિટર ૪૨૦ જેમની કિંમત રૂ.૮.૪૦૦ તેમજ દુકાનમાંથી ૨૦૦ લીટરની ક્ષમતા વાળા બ્લુ કલરના પ્લાસ્ટિક બેરલ નંગ ૧૫ પ્રવાહી કેમિકલ બંધ હાલતમાં મળી આવતા પોલીસે તપાસ અર્થે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી મહત્વનું છે કે, એફએસએલ દ્વારા અહીં મળેલ તમામ કેમિકલ અને પ્રવાહીના નમૂના લઈ વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.જો પ્રતિબંધિત કેમિકલની પુષ્ટિ થાય તો સમગ્ર પંથક માટે ચિંતાનો વિષય બનશે.વળી આ શખ્સ સાથે વેપાર કરતા અને દારૂની ખરીદ કરતા વ્યસનીઓને પણ તપાસ કરી વ્યસનમુક્ત કરવા કાઉન્સિલિંગ કરવુ જોઈએ તેવો લોકમત પંથકના બુદ્ધિજીવી નાગરિકોમાં પ્રવર્તી રહ્યો છે.આ અંગે જેતપુર પોલીસે વિજય વેગડા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

IMG_20221218_175022-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *