ઠેકેદારો દ્વારા બાળમજૂર ઉપર જુલમ ગુજારવામાં આવતો હોવાનો આક્ષેપ: સ્થાનિકોએ બાળકોને છોડાવ્યા
જેતપુર પંથકમાં સાડીના લગભગ ચારેક હજાર જેટલાં યુનિટો ધમધમે છે અને આ યુનિટમાં લગભગ ચાલીસેક હજાર જેટલાં સ્થાનિક તેમજ પરપ્રાંતિય મજૂરો રોજીરોટી મેળવે છે આ સાડી ઉદ્યોગને સંલગ્ન યુનિટના અમુક માલિકો તેમજ કોન્ટ્રાક્ટરો મજૂરી ઓછી ચૂકવવી પડે તે હેતુસર બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે તેમજ અવનવાર આ યુનિટોમાંથી બાળમજૂરોને છોડાવવામાં આવે છે પરંતુ કારખાનાના માલિકો અને કોન્ટ્રાક્ટરો પોતાના અંગત ફાયદા હેતુ બાળકો પાસે મજૂરી કરાવી રહ્યા છે.હાલ પરપ્રાંતીય ઠેકેદાર દ્વારા બાળ મજૂર ઉપર જુલમ ગુજારતો હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
જેતપુર શહેરનો સાડી ઉદ્યોગમાં મજૂરોની ખપ પુરી કરવા માટે કેટલાક કારખાનેદારોએ પોતાના કારખાનાઓમાં બીજા રાજ્યોમાંથી કોન્ટ્રાક્ટરો (ઠેકેદારો) મારફત બાળકો લાવવામાં આવતા હોઈ છે જેમાં બિહાર,એમ.પી.જેવા રાજ્યોમાંથી બાળ તસ્કરી કરી અને ગુજરાતમાં મજૂરી માટે લવાતા હોવાનું એક સુનિયોજિત નેટવર્ક ચાલી રહ્યું છે. આ કામમાં દલાલો પણ જોતરાયેલા છે. મા-બાપ મજબૂરીમાં બાળકોને દલાલો દ્વારા ગુજરાતમાં મજૂરી માટે મોકલે છે જ્યારે કેટલાક કિસ્સામાં બાળકોની માથે જ ઘરની જવાબદારી હોવાથી તેઓ આવી જાય છે.આ વચ્ચે હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ વિડીયો જેતપુરનાં નવાગઢ વિસ્તારનો હોવાની ચર્ચાઓ જેમાં બાળમજૂરો ઉપર ઠેકેદારો દ્વારા જુલમ ગુજારવામાં આવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તેમજ આ વિડીયોમાં ઠેકેદાર દ્વારા બાળકોને માર મારવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ બાળકોને છોડાવ્યા હતા ડાઈંગ ઉદ્યોગમાં અન્ય રાજ્યમાંથી પરપ્રાંતિય ઠેકેદારો બાળ મજૂરોને નાંણા આપીને લઈ આવતા હોવાની વિગતો સામી આવી હતી આ મામલો જો તપાસ નો વિષય બન્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના સાડીઓના કારખાનામાં બાળ મજુરોની સંખ્યા ઘણી વધુ છે જયારે રેઇડ કરવામાં આવેલ ત્યારે બાળકોને છોડાવેલ છે ફરી યથાવત લગાડી દેવામાં આવે છે.જેમાં મહત્વનો ભાગ ઠેકેદારો ભજવે છે. પોતાના ફાયદા માટે બાળકોને ઓછા રૂપિયા આપી પોતે વધુ રૂપિયા કમાય છે.
